Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સૌથી હાઇએસ્ટ ટીઆરપી નરેન્દ્ર મોદી

હા, નરેન્દ્ર મોદીના પ્રજાજોગ સંદેશે દેશની તમામ વ્યુઅરશિપનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લોકડાઉનની જાહેરાત સમયની મોદીની સ્પીચ ૧૯.૭ કરોડ લોકોએ જોઇ હતી તો દીવાની જાહેરાત કરતી સ્પીચે નવો રેકોર્ડ બનાવ્યો અને ર૧.૮ કરોડ લોકોએ એ સ્પીચ સાંભળી

નવી દિલ્હી તા. ૧૦: ટીવી પર ટીઆરપી ખેંચી લાવવાનું કામ જો આ દેશમાં કોઇ કરતું હોય તો એ અમિતાભ બચ્ચન પણ નથી અને સચિન તેંડુલકર કે વિરાટ કોહલી પણ નથી. ટીઆરપી મીટર પર સૌથી ટોચ પર દેશમાં જો કોઇ નામ હોય તો એ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. ટીવી-ઓડિયન્સના ડેટા પર કામ કરતી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે આપેલા આંકડા મુજબ નરેન્દ્ર મોદીએ ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી એ ર૪ માર્ચની તેમની સ્પીચ ૧૯.૭ કરોડ લોકોએ જોઇ હતી. કોઇ એક ઇવેન્ટમાં હાઇએસ્ટ ટીઆરપીનો રેકોર્ડ છે. આ અગાઉ ગયા વર્ષે આઇપીએલની ફાઇનલ મેચ ૧૩.૩ કરોડ લોકોએ જોઇ હતી, જે અત્યાર સુધીની સિંગલ ઇવેન્ટની હાઇએસ્ટ ટીઆરપી હતી.

આ અગાઉ નરેન્દ્ર મોદીએ જયારે નોટબંધીની અનાઉન્સમેન્ટ કરી હતી એ સ્પીચને પ.૭ કરોડની વ્યુઅરશિપ મળી હતી તો આર્ટિકલ-૩૭૦ની અનાઉન્સમેન્ટની સ્પીચ દેશના ૧૬.૩ કરોડ લોકોએ સાંભળી હતી તો જનતા કફર્યુની અનાઉન્સમેન્ટની સ્પીચ ૧૯.૧ કરોડ લોકોએ સાંભળી હતી. આ બધા રેકોર્ડને નરેન્દ્ર મોદીએ ર૪ માર્ચે તોડયો તો એ પછીનો નવો રેકોર્ડ પણ મોદીએ જ બનાવ્યો અને પોતાનો રેકોર્ડ પણ મોદીએ જ તોડયો છે.

દીવા કરવાનું સુચન કરવા માટે નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશ આપ્યો જે દેશની ર૧.૮ કરોડ જનતાએ સાંભળ્યો, જે ૩ એપ્રિલની સવારે ૯ વાગ્યે ઓનએર થયો હતો. એવું અનુમાન બાંધવામાં આવેછે કે લોકડાઉનની અવધિ પૂરી થયા પછી નરેન્દ્ર મોદી જે સ્પીચ આપવા આવશે એની વ્યુઅરશિપ આ રેકોર્ડને તોડી નાખશે.

(10:37 am IST)