Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જો ભી આતા હૈ...એક નયી ચોટ દેકર ચલા જાતા હૈ...માના કી મજબૂર હું મૈં લેકિન પથ્થર તો નહિ...

દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. સમગ્ર દેશ પોતપોતાના ઘરમાં કેદ છે ત્યારે ચેન્નાઈની આ મહિલાની તસ્વીર ઘણુ બધુ કહી જાય છે. વરસતા વરસાદ વચ્ચે એક પૂલની નીચે કે શ્વાન સાથે નિસાસો નાખી રહેલી મહિલાને નથી કોરોનાની ચિંતા કે નથી ચિંતા પોલીસના ડરની, કારણ ઘર કયાં છે ? આશરો કયાં છે ? પેટની ભૂખ મટે એટલે ભયો ભયો. આ મહિલાના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો હશે કે અમારા માટે અચ્છે દિન કયારે આવશે ? આવા દેશમાં અનેક લોકો છે જેઓ માત્ર રામભરોસે જીવન પસાર કરી રહ્યા છે.

(10:35 am IST)