Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ખતરાની ઘંટડી વાગી

શ્વાસ ગંભીર બિમારીથી પીડાતા લોકોમાં મળી રહ્યો છે કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચવાના મળ્યા સંકેત

નવી દિલ્હી તા.૧૦ : કોરોનાના ત્રીજા તબક્કામાં પહોંચવાના પ્રાથમીક સંકેતો મળવા લાગ્યા છે. આઇસીએમ આરના નવા અભ્યાસમાં જાહેર થયું છે કે શ્વાસ સંબંધી બિમારીઓથી ગંભીર રીતે પીડાતા દર ૧૦૦ દર્દીઓમાંથી લગભગ ર કોરોના ગ્રસિત છે. દિલ્હીમાં આ આંકડો તેનાથી પણ વધારે છે. અહીંદર સો માંથી પાંચ દર્દીમાં કોરોના છે, જયારે મહારાષ્ટ્રમાં ચાર અને યુપીમાં દોઢ દર્દી કોરોનાની અસરમાં છે.

૧પ ફેબ્રુઆરીથી શરૂ કરાયેલ આ અભ્યાસમાં ૧૪ માર્ચ સુધીમાં ૮પ૯ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. પણ તેમાંથી કોઇમાં કોરોના જોવા ન હોતો મળ્યો પણ ૧પ માર્ચ પછી થયેલા ટેસ્ટમાં કોરોનાના દર્દીઓ મળવાના શરૂ થઇ ગયા. ૧પ થી ર૧ માર્ચ દરમ્યાન ૧૦૯ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં બે કોરોના પોઝીટીવ હતા. રર થી ર૮ માર્ચ વચ્ચે ર૮૭૭ દર્દીઓમાં ૪૮ અને ર૯ માર્ચથી બે એપ્રિલ વચ્ચે ર૦૬૯ દર્દીઓમાં પ૪ કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા.

સૌથી મોટી વાત એ છે કે ર૯ માર્ચથી ર એપ્રિલ વચ્ચે દર ૧૦૦ દર્દીઓમાંથી કોરોનાના ર.૬ દર્દીઓ હતા. આમ ૧પ ફેબ્રુઆરીથી બે એપ્રિલ વચ્ચે કુલ પ૯૧૧ દર્દીઓમાંથી ૧૦૪ દર્દીઓ કોરોના પોઝીટીવ મળ્યા હતા. શ્વાસની ગંભીર બિમારી ધરાવતા દર ૧૦૦ માંથી લગભગ બે દર્દીઓમાં કોરોના પોઝીટીવ હોવાએ કોમ્યુનીટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચવાનો પહેલો સંકેત છે. સૌથી મોટી વાત એ છે કે તેમાંથી ૪૦ ટકા દર્દીઓની કોઇ ટ્રાવેલ હીસ્ટ્રીક કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યાની હીસ્ટ્રીક નથી.

આ અભ્યાસમાં દિલ્હીમાં ર૭૭ દર્દીઓનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી ૧૪ કોરોના પોઝીટીવ અને યુપીમાં ર૯પ માંથી ૪ કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા હવે આઇસીએમઆરે શ્વાસની ગંભીર બિમારીથી પીડાતા બધા દર્દીઓ માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત કરી દીધો છે. અને તેના માટે બધી સરકારી અને ખાનગી હોસ્પીટલોને આદેશ મોકલી અપાયા છે.

(10:00 am IST)