Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટના જંગલેશ્વરમાં આજે વધુ ૫ રીપોર્ટ પોઝીટીવ

૪ પુરૂષ અને ૧ મહિલા કોરોના સંક્રમિતઃ તમામ જંગલેશ્વર શેરી નં.૨૭નાં : રાજકોટનો કુલ આંક ૧૮ પંહોચ્યો

રાજકોટ,તા.૧૦: ગઈકાલે રાજકોટ શહેરમાં જંગલેશ્વર-૨૭ વિસ્તારમાં ગત બે દિવસ પહેલા એક યુવાનને કોરોના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા બાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા યુદ્ઘના ધોરણે વિવિધ પગલાંઓ લેવાનું શરૂ કરાવી દીધું હતું. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં સામૂહિક ધોરણે કુલ ૧૦૦થી વધુ સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી વધુ બે વ્યકિતઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતુ બાદ આજે સવારે વધુ પાંચ રિપોર્ટ  પોઝીટીવ આવ્યા છે. જેમાં ૪- પુરૂષ અને ૧સ્ત્રીનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરનાં ૧૭ તથા જીલ્લાનો ૧ સહિત કુલ આંક ૧૮ કોરોના પોઝીટીવ થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશન આરોગ્ય શાખાનાં સતાવાર સુત્રોનાં  જણાવ્યા પ્રમાણે  શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગઇકાલે બે કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા બાદ આજે આજ શેરીમાં એટલે કે જંગલેશ્વર ર૭માં રહેતા  રીયાઝ અલ્તાફ પતાણી (ઉ.વ-૧૭), સાહિલ ડોડરીયા જુસેફ(ઉ.વ-૨૭), જરીનાબેન અલ્તાફ પતાણી(ઉ.વ-૪૦), ઇમ્તીયાઝ ડાકોરા(ઉ.વ-૩૮), ઇમ્તીયાઝ પતાણી (ઉ.વ-૧૮)ને કોરોના પોઝિટિવ હોવાનું  નિદાન થયેલ છે.

કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં જબરી દોડધામ મચી છે.

(10:53 am IST)