Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સાચા હીરો :દિવસે મહિલા પોલીસ કરે ડ્યુટી અને સાંજે જરુરિયાતમંદ માટે બનાવે છે માસ્ક

સૃતિ મઘ્યપ્રદેશના સુરઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કાર્યરત

ભોપાલ : કોરોનાવાઇરસને પગલે દેશભરમાં લોકડાઉન કરી દેવાયુ છે  એવામાં ઘરમાંથી બહાર નીકળી પોલીસ અધિકારી જ સુપરહીરો બની નાગરિકની મદદ કરી રહીં છે.

બીજી તરફ એક મહિલા પોલીસકર્મીની પ્રેરણાદાયક કહાણી સામે આવી છે. મહિલા પોલીસકર્મી દિવસભર ફરજ પુરી કરી કર્યા બાદ જરુરિયાતમંદ લોકો માટે માસ્ક બનાવે છે.

એક ટ્વીટર યુઝર્સે આ મહિલા કોન્સ્ટેબલની તસવીરે શેર કરતા લખ્યુ,'મહિલા પોલીસકર્મીનું નામ સૃષ્ટિ સ્ત્રોતિયા છે. સૃતિ મઘ્યપ્રદેશના સુરઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કાર્યકત છે અને તે પોતાની ડ્યુટી બાદ જરુરિયાતમંદ લોકો માટે માસ્ક બનાવે છે. આ માસ્ક તે લોકો માટે બનાવી રહ્યાં છે જેમની પાસે માસ્ક નથી.

માસ્ક બનાવતી મહિલાની તસવીર વાયરલ થયા બાદ લોકો પ્રશંસા કરી રહ્યાં છેસ લોકોનું કહેવું છે કે આ છે આપણા સાચા હીરો.

(12:37 am IST)