Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મુંબઇઃ ધારાવી વિસ્તારમાં શાક બજાર, ફળ બજાર બંધ કરવાનો આદેશઃ બી.એમ.સી.એ કહ્યું ડોર ટુ ડોર સેવા આપવામાં આવશે

મુંબઇઃ બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બી.એમ.સી.)એ લોકડાઉન દરમ્યાન ધારાવી નિયંત્રણ ક્ષેત્રમાં બધા શાકભાજી, ફળોના બજારો, ફેરિયાઓ અને વિક્રેતાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો. આ વિસ્તારમાં દવાની દુકાનો ખોલવાની અનુમતિ છે. બી.એમ.સી.એ કહ્યું આ વિસ્તારમાં આજે અથવા કાલે ડોર ટુ ડોર જરૂરી સેવા શરૂ કરવામાં આવશે.

(12:00 am IST)