Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકામાં હવે રોજગારીનું સંકટ : બેરોજગારીના દાવામાં 6.6 મિલિયનનો વધારો: 1982 બાદ પ્રથમવાર રેકોર્ડ તૂટ્યો

ગયા અઠવાડિયે આશ્ચર્યજનક રીતે આ આંકડો બમણો થયો હતો,

 

નવી દિલ્હી : કોરોનાના કારણે અમેરિકાની હાલત દિવસે દિવસે બગડતી જાય છે વર્ષ 1982 બાદ પ્રથમવાર કોરોના વાઇરસના કારણે 6.6 મિલિયન જેટલા લોકોએ બેરોજગારીના દાવા નોંધાવ્યા છે. 21 માર્ચના રોજ પૂરા થતાં અઠવાડિયામાં 3.3 મિલિયન લોકોએ બેરોજગારીના નવા દાવાઓ દાખલ કર્યા હતા , જેણે અગાઉના 1982ના રેકોર્ડને સરળતાથી તોડી નાખ્યા છે

  ગયા અઠવાડિયે આશ્ચર્યજનક રીતે આંકડો બમણો થયો હતો, કારણ કે 6.6 મિલિયન લોકો દ્વારા 28 માર્ચના રોજ પૂરા થતાં સપ્તાહ માટે જે દાવાઓ દાખલ કરવામાં આવ્યા હતા તે આંકડા નવા પ્રકાશનમાં 6.9 મિલિયન સુધારેલા હતા. ગુરુવારનો આંકડો વિશ્લેષકોના મતે ખુબ વધુ હતો, જે 4.5 મિલિયનથી સાત મિલિયન સુધીનો છે. અમેરિકાના અર્થતંત્ર ઉપર પણ તેની અસર જોવા મળશે.

(11:05 pm IST)