Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પંજાબના જવાહર ગામને હોટસ્પોટ જાહેર : લોકોની અવર જ્વર બંધ કરી દેવાઈ

ગામમાં 21 કેસમાથી 14 કેસ પંચના પરિવારથી સંબંધિત છે

પંજાબના મોહાલી જિલ્લાના જવાહરપુર ગામમાં કોરોના વાયરસનાં 21 કેસ સામે આવતા કોવિડ 19 નો નવો હોટ સ્પોટ બની ગયો. અધિકારીઓએ કહ્યું કે, મોહાલી જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગનાં ઓફિસર કોવિડ 19 દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઝડપથી તપાસ કરી રહ્યા છે. જિલ્લા પ્રશાસને જવાહરપુર ગામમાં પ્રવેશના બધા રસ્તા બંધ કરી દીધા છે.

 

દિલ્હી - અંબાલા રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આ ગામમાં લોકોની આવન જાવન બંધ કરવા માટે પોલીસકર્મી ઉભા રાખી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, 4 એપ્રીલે ગામનો 42 વર્ષીય પંચ સંક્રમણની ઝપેટમાં આવી ગયો હતો. ત્યાર બાદથી 20 વધુ લોકો તેનાથી સંક્રમિત સામે આવી ચુક્યા છે. તેમણે કહ્યું ગામમાં સામે આવેલા 21 કેસમાથી 14 કેસ પંચના પરિવારથી સંબંધિત છે

(12:00 am IST)