Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પંજાબમાં ચોરીના આરોપીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ : 17 પોલીસકર્મીને ક્વોરેન્ટાઇન કરાયા

તસ્કરની ધરપકડ કરાયાના બે દિવસ બાદ કોરોના ટેસ્ટ કરાવતા સંક્રમિત ખુલતા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ

લુધિયાણા : દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ સંક્રમિતો અને કોવિડ 19 થી મોતને ભેટનારના આંકડી વધી રહ્યા છે. આની વચ્ચે પંજાબમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો છે. હકિકતમાં પંજાબના લુધિયાનામાંથી એક ચોરની ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ બાદ જ્યારે તેની તબિયત ખરાબ થઈ તો તેને હોસ્પિટલે ખસેડવામા આવ્યો. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો અને 17 પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા.

 

(12:00 am IST)