Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

બીજેપી એક સીટ પર ૨૦-૨૫ કરોડ ખર્ચશે એટલે મને નથી લાગતું કે કોંગ્રેસ આવશે : હાર્દિક

મુંબઈ : ગુજરાત કોંગ્રેસની જેમ મુંબઈ કોંગ્રેસમાં પણ જુથવાદ મોટી સમસ્યા બન્યો છે. લોકસભા ચૂંટણી સમયે મુંબઈમાં પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે. મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમ દ્વારા એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. યુવા સંમેલનમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકર ઉપસ્થિત રહ્યા હતા. સંજય નિરુપમ ધ્બારા આયોજિત સંમેલનમાં એક પણ પોસ્ટરમાં તેમના વિરોધી ગણવામાં આવતા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવરા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણના ફોટાઓ મુકવામાં આવ્યા ન હતા. મુંબઈ કોંગ્રેસમાં સંજય નિરુપમ અને મિલિંદ દેવરા બે જૂથ સામસામે છે. મુંબઈની કમાન કોંગ્રેસ દ્વારા મિલિંદ દેવરાને સોંપવામાં આવતા સંજય નિરુપમના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ, કોંગ્રેસના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા હાર્દિક પટેલે યુવાનોને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પાસે પૈસા વધારે છે, જેથી તેઓ વધારે પૈસા ખર્ચ કરશે. ગુજરાતમાં તો એક-એક સીટ પર ભાજપ ૨૦દ્મક ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. હું માનું છું ત્યાં સુધી દેશની એક-એક સીટ પર એવરેજ ૧૫થી ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એટલે હું નથી માનતો કે, કોંગ્રેસ પાર્ટી આવી શકે છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસનો ઈતિહાસ ભૂલી જાય છે. કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ કોણ હતા તેઓ ભૂલી જાય છે. એ લોકોએ ખાલી કોંગ્રેસ પાર્ટીનું અપમાન નથી કર્યું, પરંતુ લાલા લજપત રાય, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, પૂજય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નહેરુનું અપમાન કર્યું છે.

(3:57 pm IST)