Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ડાયરેકટ ટેકસમાં ગયા વર્ષે રૂ. ૫૦,૦૦૦ કરોડની ઘટ પડશે

નવી દિલ્હી તા. ૧૦ : સરકારને પ્રત્યક્ષ વેરાની આવકમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૫૦,૦૦૦ કરોડની ઘટ પડવાનો અંદાજ છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષમાં ડાયરેકટ ટેકસ કલેકશનનો લક્ષ્ય રૂ. ૧૨ લાખ કરોડનો હતો.પ્રત્યક્ષ વેરામાં ઘટની સાથે GSTની આવકમાં ઘટાડાની રાજકોષીય ખાધ પર પ્રતિકૂળ અસર થઈ શકે. સરકારે રાજકોષીય ખાધ માટે GDPના ૩.૪ ટકાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, '૨૦૧૮-૧૯માં ડાયરેકટ ટેકસ કલેકશન લગભગ રૂ. ૧૧.૫ લાખ કરોડ છે.' સરકારે પ્રત્યક્ષ વેરાની આવકનો લક્ષ્યાંક બજેટમાં રૂ. ૧૧.૫ લાખ કરોડ નિર્ધારિત કર્યો હતો, જે વધારીને રૂ. ૧૨ લાખ કરોડ કરાયો હતો.સરકારને કોર્પોરેટ ટેકસમાંથી વધુ કલેકશનનો અંદાજ હતો. પ્રત્યક્ષ વેરાના ટાર્ગેટમાં સરકારે ફેબ્રુઆરી ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં ફેરફાર કર્યો હતો. GST કલેકશનનો ટાર્ગેટ પણ બજેટ અંદાજના રૂ. ૭.૪૪ લાખ કરોડથી ઘટાડી રૂ. ૬.૪૪ લાખ કરોડ કરાયો હતો. GST કલેકશનના આંકડા પરથી જણાય છે કે, સરકાર સુધારેલો ટાર્ગેટ ચૂકી જશે. ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલે ૨૦૧૮-૧૯માં ઘણી વખત ટેકસના દરમાં ઘટાડો કર્યો હતો.

(3:43 pm IST)