Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

આયકર દરોડા

'નિષ્પક્ષ' સરકારની 'તટસ્થ' કાર્યવાહી

છેલ્લા છ મહીનામાં વિપક્ષી નેતાઓને ત્યાં ૧પ દરોડાઓ : ભાજપાના ૧ નેતાને ત્યાં દરોડો

નવી દિલ્હી, તા. ૧૦ : ચૂંટણી પંચની એડવાઇઝરીના જવાબમાં નાણા મંત્રાલયના વિભાગે કહ્યું છે કે, તે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ કરે છે. જો ચૂંટણીની આ મોસમમાં દરોડાના આંકડાઓ કંઇક અલગ તસ્વીર દેખાઇ છે. છેલ્લા ૬ મહીનામાં આવકવેરા વિભાગ દ્વારા વિપક્ષી નેતાઓ અને તેમના સહયોગીઓને ત્યાં ઓછામાં ઓછા ૧પ દરોડાઓ પાડવામાં આવ્યા છે. તેમાંથી કર્ણાટકમાં પાંચ, તમીલનાડુમાં ત્રણ, આંધ્રપ્રદેશમાં તથા દિલ્હીમાં બે-બે અને મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર તથા ઉતરપ્રદેશમાં એક-એક દરોડો શામલે છે. આ દરમ્યાન ઉતરાખંડમાં ભાજપાના એક સભ્યને ત્યાં પણ દરોડો પડાયો હતો. જોકે દરોડા પછી પક્ષે પોતાને તે વ્યકિતથી અલગ કરી દીધો હતો.

છેલ્લો દરોડો મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના સહયોગીઓને ત્યાં પડાયો હતો તે પહેલા આંધ્રપ્રદેશમાં તીરૂમાલા, તિરૂપતિ દેવસ્થાનમના ચેરમેન અને ટીડીપી ઉમેદવાર પુત્તા સુધારકર યાદવ અને વેપારી સીએમ. રમેશના ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.  ર૯ માર્ચે આવકવેરા વિભાગે તમિલનાડુમાં ડીએમકેના ખજાનચી અને કટપડીના ધારાસભ્ય દુરઇ મુરૂગન અને તેમના પુત્ર ડીએમ કથીર આનંદનના ઠેકાણાઓ પર દરોડાઓ પાડયા હતા. લગભગ તેજ સમયગાળામાં ર૭-ર૮ માર્ચે કર્ણાટકમાં જેડીએસ નેતા અને સિંચાઇ પ્રધાન સી.એસ. પૂતરાજુને ત્યાં દરોડાઓ પડાયા હતા. પુતરાજુને કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીના પુત્ર નિખિલના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઇ છે તે જ દિવસે કુમારસ્વામીના ભાઇ અને પીડબલ્યુડી પ્રધાનએચ.ડી. રેવન્નાને ત્યાં પણ દરોડાઓ પડાયા હતા.  દિલ્હીમાં છેલ્લા છ મહીનામાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ કૈલાશ ગેલોત અને નરેશ બાલિયાનને ત્યાં પણ દરોડાઓ પડાયા હતા. યુપીમાં બસપા પ્રમુખ માયાવતીના નજીકના નેતરાયને ત્યાં પણ આવક વેરા વિભાગ પહોંચી ગયો હતો.

(11:39 am IST)