Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

જો સુપ્રિમ કોર્ટ પુનઃ વિચાર અરજી માન્ય રાખશે

- તો રાફેલ મામલે વિપક્ષના હાથમાં આવશે મોટો મુદ્દો

નવી દિલ્હી, તા. ૧૦ :. રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર વિપક્ષોના નિશાના ઉપર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જાહેર મંચ પરથી પીએમ મોદી પર રાફેલ ડીલને લઈને નિશાન સાધતા રહ્યા છે. એવામાં સુપ્રિમ કોર્ટ આજે એક ફેંસલો સંભળાવવા જઈ રહી છે. જો સુપ્રિમ કોર્ટ રાફેલ મામલામાં અગાઉ આપેલા ફેંસલા પર પુનઃ વિચાર માટે તૈયાર થઈ જાય તો ભાજપ માટે મુશ્કેલી વધશે અને વિપક્ષને એક મુદ્દો મળી જશે.

આજે સુપ્રિમ કોર્ટ કેન્દ્રની પ્રાથમિક વાંધા અરજી પર ફેંસલો સંભળાવશે કે શું રાફેલ મામલામાં ફેંસલા પર પુનઃ વિચાર માટે વિશેષાધિકારવાળા દસ્તાવેજોને આધાર બનાવવામાં આવી શકશે કે નહિ ? કોર્ટમાં આ મામલાની સુનાવણી ચીફ જસ્ટીસ ગોગોઈની અધ્યક્ષવાળી પીઠ કરી રહી છે.

ચીફ જસ્ટીસ ગોગોઈના વડપણવાળી પીઠે અરજદારો તરફથી ૧૫મી માર્ચના રોજ થયેલી સુનાવણીમાં જણાવ્યુ હતુ કે, તેઓ રાફેલ ડીલના દસ્તાવેજો લીક થવા સાથે જોડાયેલ પ્રાથમિક વાંધાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે. કોર્ટે ૧૪મી માર્ચે આ મામલે ફેંસલો સુરક્ષીત રાખ્યો હતો.

(10:21 am IST)