Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

મોટો ફેરફાર :હવે ટ્રાન્સઝેન્ડર્સને પાનકાર્ડના એપ્લિકેશન ફોર્મમાં એક ટીક બોક્સ મળશે ;જાહેરનામું બહાર પડાયું

નવી દિલ્હી ;પાનકાર્ડને લઈને મોટો ફેરફાર આવ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જે મુજબ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139A અને 295 અંતર્ગત પેન નંબર માટે નવું એપ્લિકેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.

   નવા નોટિફિકેશન મુજબ હવે ટ્રાન્સઝેન્ડર્સને પેન કાર્ડ માટે એપ્લિકેશન ફોર્મમાં એક ટીક બોક્સ મળશે,પેન કાર્ડ માટે નવું ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે.

  ટ્રાન્સઝેન્ડર્સ માટે બોર્ડને અમુક સૂચનો મળ્યા હતા, જેના બાદમાં ટેક્સના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ટ્રાન્સઝેન્ડર્સ કોમ્યુનિટિએ પેન કાર્ડ બનાવવા માટે અનેક મુશ્કેલી સહન કરવી પડતી હતી. આધારમાં થર્ડ ઝેન્ડરની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ પેન કાર્ડમાં આવી સુવિધા ન હતી. આ જ કારણે ટ્રાન્સઝેન્ડર્સ પોતાના પેન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકતા ન હતા. નવું પરિવર્તન 49Aમાં જોવા મળશે.

  પેન કાર્ડ નંબર એક 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર છે. આ નંબર્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત રીતે તેમજ કંપનીઓને આપવામાં આવે છે. સરકારે આધાર કાર્ડને આઈટીઆર ફાઇલ કરવા તેમજ નવા પાન કાર્ડ માટેની અરજી કરવા માટે ફરજીયાત કરી દીધું છે.

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139 AA (2) પ્રમાણે દરેક વ્યક્તિ જેની પાસે 1 જુલાઈ 2017 સુધી પાન કાર્ડ છે અને આધાર મેળવવા માટે લાયકાત ધરાવે છે, તેણે પોતાનો આધાર નંબર ટેક્સ ઓથોરિટિને આપવો જરૂરી છે.

(10:04 pm IST)