Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

મારા લોયરની ઓફીસ ઉપર એફબીઆઇની રેઇડ ગેરવ્યાજબીઃ આ દેશ પરનો હુમલો કહેવાય

૨૦૧૬ની ચુંટણીના એક દિવસ પહેલા પોર્ન સ્ટારને થયેલા મસમોટા ચુકવણા સહિતના વ્યવહારોની તપાસ ચાલે છેઃ ટ્રમ્પ એફબીઆઇની તપાસ એકતરફી હોવાનો આક્ષેપ કરી રહયા છે

વોંશીગ્ટન, તા., ૧૦: અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના લોયરની ઓફીસ ઉપર એફબીઆઇની રેઇડને ગેરવ્યાજબી ગણાવી આ રેઇડને દેશ ઉપરના હુમલા સમાન ગણાવી હતી. વાઇટ હાઉસના રીપોર્ટરોને તેમણે આમ જણાવ્યું હતું.

ન્યુયોર્કના સતાવાર વર્તુળોએ માઇકલ કોહેલ અને તેના કલાયન્ટ વચ્ચેની વાતચીતો કે વ્યવહારો સીઝ કર્યા છે. પોર્ન એકટ્રેસને કરવામાં આવેલા પેમેન્ટના હિસાબો પણ કબ્જે કર્યાનું યુએસ મીડીયાએ નોંધ્યું છે.

ર૦૧૬ની ચુંટણીમાં રશીયા દ્વારા ભુગર્ભમાં રહીને  ટ્રમ્પને મદદ કરવાના મામલે સ્પેશ્યલ કાઉન્સીલ રોબર્ટ  મુવેલર તપાસ કરી રહયા છે. ટ્રમ્પે મુવેલરની ટુકડીની તપાસને વખોડી છે અને એક તરફી કાર્યવાહીનો આક્ષેપ કર્યો છે. પુખ્ત વયની ફિલ્મ સ્ટાર સ્ટોરમી ડેનીયલ્સને મસમોટા યુએસ ડોલરના પેમેન્ટ પછી મિસ્ટર કોહેન તપાસના દાયરામાં આવ્યા હતા. સ્ટોરમી ડેનીયલનું સાચુ નામ સ્ટીફની કલીફોર્ડ છે. ર૦૧૬ની પ્રમુખ પદની ચુંટણીના એક દિવસ પહેલા આ વ્યવહાર થયો હતો.

(4:02 pm IST)