Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વૈષ્ણોદેવી યાત્રાનો જુનો રૂટ ખુલશે

યાત્રિકોને અનેક પ્રાચીન મંદિરોના દર્શન થઇ શકશેઃ આનંદની લહેર

નવી દિલ્હી,તા.૧૦: વૈષ્ણોદેવી યાત્રાએ જતાં યાત્રિકો માટે આનંદના સમાચાર છે. સરકાર જુનો પરંપરાગત માર્ગ ખોલવાની તૈયારી કરે છે.આ માર્ગ ૨૫ કિ.મી. લાંબો છે, પરંતુ માર્ગ પર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેના દર્શનનો લાભ ભાવિકોને મળશે. માન્યતા એવી છે કે, આ મંદિરોમાં દર્શન કર્યા વગર યાત્રા અધુરી રહે છે.દેશના ભાગલાં થયા ત્યારથી આ માર્ગ બંધ કરી દેવાયો હતો. આ સમયે યાત્રિકોમાં રોષ ફેલાયો હતો. પરંતુ આટલા વર્ષ સુધી કોઇ સરકારોએ યાત્રિકોની લાગણી ધ્યાને લીધી ન હતી.હવે પરંપરાગત માર્ગ ખુલતા રસ્તામાં શિવશકિત મઢ,રાજા મંડલિક મંદિર,કાલીમાતા મંદિર,ઓલી મંદિર વગેરે અનેક ધર્મસ્થાનોના દર્શનનો લાભ લઇ શકશે.

(4:27 pm IST)