Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ચાલબાજ અંગ્રેજોની ભેટ

ભયંકર વિષમ પરિસ્થિતિમાં સમગ્ર ભારત ફસાઈ ગયું તે ચાલબાજ અંગ્રેજોની કમનસીબ ભેટ છે. ૧૯૪૭થી સબળી કે નબળી એકેય સરકાર વિદેશી જાળમાંથી નીકળી શકી નથી અને નીકળી શકે તેમ નથી. રાજા નથી તેથી રાજ પણ નથી. સરકાર છે જે વિદેશીય મેનેજમેન્ટ (વ્યવસ્થા તંત્ર) જ છે. નિર્દોષ પ્રજા ગમે તેટલા ધમપછાડા કરે તો પણ આપણું ભલુ કરી શકે તેમ નથી. દેશમાં જયારે કાબુ બહાર પરિસ્થિતિ સર્જાણી હોય, અરાજકતા અને અંધકાર વ્યાપી ગયો હોય, ભૂપતિ ન હોય ત્યારે ખાસ ઋષિમુનિ તુલ્ય સાધુ સંતોની પવિત્ર ફરજ અને ગંભીર જવાબદારી આવી પડે છે. નિઃસ્વાર્થ પવિત્ર, પ્રભાવશાળી મહાન આચાર્ય ભગવંતો, જગદ્ગુરૂ પૂ.શંકરાચાર્યજી, વૈષ્ણવ, શિવ વિગેરે પંથના ધર્મોપદેશકો વિગેરે માત્રને માત્ર આપણાં ઉપર ધાબડી દીધેલી દગા ફટકા યુકત લોકશાહી, બહુમતવાદને યુદ્ધના ધોરણે સમાપ્ત કરવા કટિબદ્ધ બને, પ્રચંડ પુરૂષાર્થ ઉપાડે તો જ આર્યાવર્તની અસલ રાજ વ્યવસ્થા પુનર્જીવિત થઈ શકશે. અસક્ષમ, અસંસ્કારી અને ભયંકર સ્વાર્થ લોલુપ રાજકારણનો સુખદ અંત આવશે.

(11:30 am IST)