Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

'આરક્ષણ હટાવો, દેશ બચાવો'ના સૂત્ર સાથે કથિત ભારત બંધનું સ્વયંભૂ એલાન

અમદાવાદ તા. ૧૦ :એટ્રોસિટી SC-ST એકટના મામલે સુપ્રિમ કોર્ટની ટિપ્પણીને લઇને ૨જી એપ્રિલે ભારત બંધનુ એલાન અપાયુ હતું. હવે ફરી એક વાર ૧૦મી એપ્રિલ એટલેઙ્ગ આજે આરક્ષણ હટાવો,દેશ બચાવોના સૂત્ર સાથે કથિત ભારત બંધનું એલાન અપાયુ છે.

સોશિયલ મિડીયામાં આ બંધને સફળ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજી તરફ, બંધના એલાનના પગલે શાળા-કોલેજો, બજારો બંધ રહેશે કે પછી આ માત્ર અફવા તે મામલે લોકો ભારે અસમંજસમાં છે. બંધને પગલે અનિચ્છિય ઘટનાઓ ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજય સરકારને સચેત રહેવા આદેશ કર્યો છે. સવારના સર્વત્ર શાંતિ પ્રવર્તે છે.

ઉલ્લેખનીય છે કે, ૨જી એપ્રિલે એટ્રોસિટી એકટમાં સુધારો કરવાના મામલે દલિતો રસ્તા પર ઉતર્યા હતાં. ગુજરાતમાં ય બંધ દરમિયાન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતાં અને સરકારી મિલ્કતોને પણ ભારે નુકશા પહોંચ્યુ હતુ. તે વખતે રાજય સરકાર ઉંઘતી ઝડપાઇ હતી પરિણામે સરકાર પર ભારે માછલા ધોવાયા હતાં.

આ વખતે આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા જારી રહીને ગુજરાત સહિત રાજય સરકારોને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા તાકીદ કરી છે. આ ઉપરાંત જરૂર પડે તો ૧૪૪ કલમ લાગુ કરવા પણ આદેશ કર્યો છે. ગૃહ વિભાગે એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે,જો બંધ દરમિયાન તોફાનો થશે તો પોલીસ અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે. મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ કર્ફયુ રખાયો છે.

કથિત ભારત બંધને પગલે સવારથી લોકોમાં બંધ છે કે પછી અફવા તે અંગે દિવસભર ચર્ચાઓ ચાલી હતી.વાલીઓએ પણ મંગળવારે શાળાઓમાં બાળકોને મોકલવા કે પછી રજા રાખવી તે માટે પૃચ્છા કરી હતી.ઙ્ગ

આ તરફ,સોશિયલ મિડીયામાં આરક્ષણ હટાવો,દેશ બચાવાનો સૂત્ર સાથે બંધને સફળ બનાવવા અપીલ કરતી કોમેન્ટોની ભરમાર જામી હતી. સત્તાવાર રીતે કોઇ સંસ્થાએ બંધનું એલાન આપ્યુ નથી તેમ છતાંય પોલીસે અનિચ્છિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લીધા છે તેવો દાવો કર્યો હતો.

(7:43 pm IST)
  • શૂટીંગમાં ભારતને ૧૧મો ગોલ્‍ડ અપાવતી હિના : મહિલાઓની ૨૫ મી. પિસ્‍ટોલ ફાઈનલમાં હિના સિદ્ધુને ગોલ્‍ડઃ ભારતને કુલ ૧૧ ગોલ્‍ડ મળ્‍યા access_time 1:05 pm IST

  • ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ચાર રાજ્યોમાં સોશિયલ મીડિયામાં એક એલીયનની તસવીર ખુબ જ વાયરલ થઇ છે. UPના ચંદૌલીમાં એક મંત્રીના ફાર્મહાઉસમાંથી તે મળ્યુ હોવાની વાતો વહેતી થઇ હતી. તેની તપાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. પણ વાસ્તવમાં તે રશિયાની એક 29 વર્ષની મહિલા કલાકારે બનાવેલ સીલીકોન રબરનો આર્ટ-પીસ છે. access_time 12:46 am IST

  • રાહુલ આક્રમક બનશે : કોંગ્રેસના નેતાઓને પાઠ ભણાવશે : છોલા-ભટુરાકાંડ : સોનિયા- રાહુલ નારાજ : રાહુલ પક્ષમાં પ્રભાવ વધારવા ‘કલાસ' લગાવાશે, નેતાઓને પાઠ ભણાવશે : ગઇકાલે ઉપવાસ દરમિયાન પક્ષની ખુબ બદનામી થઇ હતી access_time 11:49 am IST