Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આઇપીઅેલમાં નિતીશ રાણાઅે વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ અપશબ્દ બોલતા ભારે ચર્ચાઃ વીડિયો વાયરલ

મુંબઇ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરુદ્ધ રવિવારે રમવામાં આવેલી મેચમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સનાં ખેલાડી નિતીશ રાણાએ ખેલ ભાવના ભૂલીને એક એવી હરકત કરી નાખી કે જેનાંથી વિરાટનાં ફેન નારાજ થઇ ગયા છે.

RCBની ગેમમાં 15માં ઓવરમાં કોલકાત્તાનાં પાર્ટ ટાઇમ બોલર નિતીશ રાણાની બોલિંગ પર બેક ટૂ બેક એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. આ ઘટનામાં નિતીશે વિરાટને આઉટ કર્યા બાદ ઘણાં જ આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો હતો અને બાદમાં ગાળ આપી હતી. તો બીજી તરફ આઉટ થયા બાદ વિરાટ પણ કંઇક બોલતો નજર આવ્યો હતો.

એક જૂનિયર ખિલાડીનું ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન પ્રત્યે આ પ્રકારનું વર્તન જોઇને સ્ટેડિયમમાં ચાહકો પણ અચંભીત થઇ ગયા હતાં.

(8:17 pm IST)