Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બ્રિટનની મહારાણી અેલિઝાબેથ મોહમંદ પૈગંબરના વંશજ હોવાનો ઇતિહાસકારોનો દાવોઃ બ્રિટનના શાહી ખાનદાનની વંશવાલીની ૪૩ પેઢીઓનો રસપ્રદ રિસર્ચ કર્યા બાદ તારણ

ફોટોઃ queen-elizabeth mohammad paigambar na vanshaj

બ્રિટનઃ બ્રિટનના મહારાણી અેલિઝાબેથ દ્વિતીય મોહમંદ પૈગંબર સાહેબના વંશજ હોવાનો ખુલાસો બ્રિટનના શાહી ખાનદાનની વંશાવલીની ૪૩ પેઢીઓનો કરવામાં આવેલ રસપ્રદ રિસર્ચ બાદ જાણવા મળ્યું છે.

બ્રિટનના શાહી ખાનદાનના વંશાવલીની 43મી પેઢીઓને ટ્રેસ કર્યા બાદ ઇતિહાસકારોનો દાવો છે કે એલિઝાબેથ દ્રિતિયનો ઇસ્લામના વંશજો સાથે સંબંધ છે. રિપોર્ટ અનુસાર બ્રિટનનની મહારાણી ખરેખર મોહમંદ પૈગંબરની 43મી વંશજ છે.

વર્ષ 1986માં શાહી વંશ પર અધ્યયન કરનાર સંસ્થા બર્ક્સ પીરગેના પબ્લિશિંગ ડાયરેક્ટર હૈરલ્ડ બી બેકરે દાવો કર્યો હતો. પરંતુ હવે મોરક્કોના એક સમાચારપત્રએ માર્ચ મહિનામાં પોતાના આર્ટિકલમાં આવો જ દાવો કર્યો હતો. ઇતિહાસકારોના અનુસાર એલિઝાબેથ દ્રિતિયની બ્લડલાઇન 14મી સદીના અર્લ ઓફ કેબ્રિજથી છે અને આ મધ્યકાલીન મુસ્લિમ સ્પેનથી માંડીને મોહમંદ પૈગંબરની પુત્રી ફાતિમા સુધી જાય છે. ફાતિમા હઝરત મોહમંદની પુત્રી હતી અને તેમના વંશજ સ્પેનના રાજા હતા, જેમનો મહારાણી સાથે સંબંધ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. આથી મહારાણીને મોહમંદના વંશ કહેવામાં કહેવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામનો આરંભ સ્પેનમાં 711 ઇસવીમાં અરબના બની ઉમૈય્યાના શાસનકાળમાં થયું હતું.

બર્ક્સ પીરગેએ પોતાના દાવામાં કહ્યું હતું કે મહારાણી મુસ્લિમ રાજકુમારી જાઇદાના પરિવારમાંથી છે. અલમોરાવિદ્સે જ્યારે અબ્બાસી સલ્તનત પર હુમલો કર્યો તો જાઇદા પોતાનો જીવ બચાવવા માટે સ્પેનના રાજા કિંગ અલ્ફોંસો છઠ્ઠાના દરબારમાં પહોંચી ગઇ હતી. ત્યાં તેમણે ઇસાઇ ધર્મ અપનાવી લીધો અને કિંગ સાથે લગ્ન કરીને પોતાના નામ ઇસાબેલા રાખી લીધું. કિંગ દ્વારા તેમને એક છોકરાને જન્મ આપ્યો તેનું નામ સાંચા હતું. થર્દ અર્લ ઓફ કેબ્રિંજ રિચર્ડ ઓફ કૌન્સબર્ગ સાંચાના વંશજ હતા જે ઇગ્લેંડના કિંગ એડવર્ડ તૃતીયના પૌત્ર હતા.  

(12:00 am IST)