Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભારતની એક દવા કંપની પર અમેરિકામાં 364 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો : કંપનીએ આરોપ સ્વીકાર્યા

કંપનીએ જાણકારી છુપાવવા અને રેકોર્ડ હટાવવાનો આરોપ સ્વીકારી અને દંડ ભરવાની વાત માની લીધી

નવી દિલ્હી : ભારતની એક દવા કંપની પર અમેરિકામાં 364 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યુ કે Fresenius Kabi Oncology Limited (FKOL) કંપનીએ જાણકારી છુપાવવા અને રેકોર્ડ હટાવવાનો આરોપ સ્વીકારી લીધો છે. કંપની પર આરોપ લાગ્યો હતો કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની ટીમ જ્યારે તપાસ માટે 2013માં કંપનીના કાર્યાલયમાં ગઇ તો તે પહેલા કેટલાક રેકોર્ડને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા

અમેરિકાના ન્યાય વિભાગનું એમ પણ કહેવુ છે કે કંપનીએ ગુનો સ્વીકારવાની સાથે 364 કરોડ રૂપિયાનો દંડ ભરવાની વાત માની લીધી છે. અમેરિકાના નેવાડાની ફેડરલ કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. FKOL કંપની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને અમેરિકાની ફેડરલ ફૂડ, ડ્રગ એન્ડ કૉસ્મેટિક એક્ટનુ ઉલ્લંઘન કર્યુ છે

એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકન ન્યાય વિભાગનું કહેવુ છે કે અમેરિકન ગ્રાહકો માટે ઉપયોગ થતી દવાની તપાસ દરમિયાન FDAથી જાણકારી છુપાવવામાં આવી અને રેકોર્ડ ડિલેટ કરવામાં આવ્યા હતા, જેને કારણે દર્દીઓ સામે ખતરો ઉભો થયો હતો

કોર્ટના દસ્તાવેજ અનુસાર, FKOL પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં દવાનું ઉત્પાદન કરે છે. કંપની કેન્સરની દવા માટે સામગ્રી તૈયાર કરે છે. અમેરિકાએ કંપની પર આરોપ લગાવ્યો કે મેનેજમેન્ટના અધિકારીઓએ FDA ટીમના પહોચ્યા પહેલા સ્ટાફને કેટલાક રેકોર્ડ હટાવવા અને ડિલેટ કરવા કહ્યુ હતું. આ રેકોર્ડથી એમ ખબર પડે છે કે કંપની FDAના નિયમો વિરૂદ્ધ દવા સામગ્રીનું ઉત્પાદન કરી રહી છે.

અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર, FKOL કંપનીના સ્ટાફે કોમ્પ્યૂટરથી ડેટા ડિલેટ કર્યો હતો, સાથે જ કેટલાક દસ્તાવેજની હાર્ડકોપીને પણ ગાયબ કરી દીધી હતી. અમેરિકન સરકારે એમ પણ કહ્યુ કે FDAના નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પર આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે.

(12:31 am IST)
  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST