Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પૈગોંગ સરોવરથી બંને દેશની સેનાઓ પાછળ હટી છેઃ ચીન

સરહદે લાંબા સમયથી ચાલતા સંઘર્ષમાં હળવાશના ચિહ્નો : બંને દેશો વચ્ચે યુએનએસસીના એજન્ડા પર બેઠક થઈ, ચીનના નિવેદન ઉપર ભારતે કોઈ જ પ્રતિક્રિયા ન આપી

બેંઇજિંગ, તા. ૧૦ : એલએસી પર ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સંઘર્ષભરી સ્થિતિમાં હળવાશના ચિહ્નો મળી રહ્યા છે. આ અંગે બુધવારે ચીનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે પૈંગોંગ સરોવરથી બંને દેશોની સેનાઓ પાછી ખસવા લાગી છે, મંગળવારે બંને દેશો વચ્ચે યૂનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એજન્ડા પર બેઠક થઇ હતી. જોકે ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ કિયાન અને ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

આ પહેલા વૂ કિયાને તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે કમાન્ડર સ્તરની વાર્તા નવમાં તબક્કે પહોંચી અને સર્વસંમતિ મુજબ ચીની અને ભારતીય સશસ્ત્ર દળોની ટૂકડીઓએ ૧૦ ફેબ્રુઆરીથી પૈંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ ભાગથી પીછેહટ શરુ કરી હતી.

નોંધનીય છે કે, મંગળવારે બંને દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડા પર મહત્વની બેઠક યોજાઇ હતી. મે ૨૦૨૦માં ચીની સૈનિકોની ઘૂસણખોરી પછી બંને દેશો વચ્ચે સહયોગને લઇને થતી તમામ બેઠકો રદ કરી દેવામાં આવી હતી.

(9:03 pm IST)
  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST