Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સેન્સેક્સ અને નિફ્ટીમાં બીજા દિવસે નજીવો ઘટાડો નોંધાયો

નફાની રિકવરીથી બજાર પર વેચવાલીનું દબાણ : સેન્સેક્સમાં ૨૦, નિફ્ટીમાં ૩ પોઈન્ટનો ઘટાડો, બેન્કિંગ શેરો ગગડ્યા, ઓટો, રિયલ્ટી, મિડ-સ્મોલકેપમાં તેજી

મુંબઈ, તા. ૧૦ : બુધવારે સ્થાનિક શેર બજારોમાં વધઘટના કારોબાર વચ્ચે મુખ્ય સૂચકાંકોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરની તેજી બાદ છેલ્લા બે દિવસથી નફાની રિકવરીથી વેચવાલીનું દબાણ રહ્યું છે. વૈશ્વિક બજારોમાં તેજીના સમાચાર હોવા છતાં સ્થાનિક બજારમાં મંદી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ કુલ ૬૬૬.૬૪ પોઇન્ટના દાયરામાં ઘટવા-વધવા સાથે છેલ્લે ૧૯.૬૯ પોઈન્ટ એટલે કે ૦.૦૪ ટકા ગબડીને ૫૧ ,૩૦૯.૩૯ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૨.૮૦ પોઇન્ટ એટલે કે ૦.૦૨ ટકા ગબડીને ૧૫,૧૦૬.૫૦ પોઇન્ટ પર બંધ થયો.

એચડીએફસી બેક્ન, ભારતી એરટેલ, એક્સિસ બેક્ન, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, એલએન્ડટી અને એસબીઆઇના શેરમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનાથી વિપરીત, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા અને મહિન્દ્રા, ટાઇટન અને ટીસીએસ જેવા મોટા શેરોમાં થોડો સુધારો જોવા મળ્યો. વેપારીઓના મતે રોકાણકારોએ સૂચકાંકોની ઉપરના સ્તરે નફો મેળવવો વધુ સારો માન્યો હતો, જેના કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું.

બજારમાં અસ્થિર ટ્રેડિંગ દરમિયાન બેક્નિંગ શેરોમાં ઘટાડો થયો છે, જ્યારે ઓટો, રિયલ્ટી અને કન્ઝ્યુમર શેરો તેમજ મિડ અને સ્મોલકેપ સૂચકાંકોમાં તેજી જોવા મળી છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે ત્રિમાસિક કમાણીમાં વધારાને કારણે યુએસ માર્કેટ સકારાત્મક રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બીએસઈટેલિકોમ, બેંક, કેપિટલગુડ્ઝ, પાવર અને એફએમસીજી સૂચકાંકોમાં ઘટાડો થયો છે, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને એનર્જીમાં વધારો થયો છે.

એશિયન બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલનો મુખ્ય ઉછાળો હતો. બપોર પછી ખુલ્લા યુરોપિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ત્રણ પૈસા સુધરીને ડોલર દીઠ ૭૨.૮૪ ની સપાટીએ બંધ રહ્યો છે. વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો વાયદો ૦.૨૩ ટકા વધીને ૬૧.૩૬ ડોલર પર પહોંચી ગયો છે. શેરબજારના આંકડા મુજબ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) મંગળવારે ભારતના શેર બજારોમાં રૂ ૧૩૦૦.૬૫ કરોડ રૂપિયાના શુધ્ધ લેવાલ રહ્યા છે.

(9:00 pm IST)
  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST