Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વિરોધ કરતા કોંગીના અધીર રંજન ઉપરવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે થયા

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નવી કૃષિ કાયદા પર વક્તવ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતનો જોરશોરથી વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં હસ્યા અને પછી ચુપ કરાવ્યા

નવી દિલ્હી, તા. ૧૦ : લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કૃષિ કાયદાથી લઈને અલગ-અલગ મુદ્દાઓ અંગે વાત કરી હતી. કૃષિ કાયદાને લઈને વડાપ્રધાન મોદી બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી ટોકવા લાગ્યા હતા. આના પર વડાપ્રધાન પહેલા તો હસ્યા અને તેમને ચૂપ કરાવ્યા હતા. મોદીએ સ્પીકરને કહ્યું હતું કે આ બધુ ચાલતું રહેવું જોઈએ પરંતુ જ્યારે અધીર રંજન વધારે ટોકવા લાગ્યા હતા તો મોદી ગુસ્સે થઈ ગયા હતા.

આ હંગામો ત્યારે થયો જ્યારે વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, મંડી બંધ થઈ નથી કે નથી એમએસપી બંધ થઈ. એટલું જ નહીં આ કાયદા આવ્યા બાદ એમએસપી અંતર્ગત ખરીદી વધી છે. મોદીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પ્રત્યેક વાત સાંભળવા માટે તૈયાર છે અને જો કોઈ પણ ઉણપ છે તો અમે તેને દૂર કરવા માટે તૈયાર છે.

અધીર રંજન ચૌધરી ઊભા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ હોબાળો અને આ અવરોધ નાંખવાનો પ્રયાસ એક યોજનાબદ્ધ રણનીતિ અંતર્ગત થઈ રહ્યું છે. જેવી રીતે બહાર હોબાળો થઈ રહ્યો છે તેવી જ રીતે અંદર પણ થઈ રહ્યો છે પરંતુ તેનાથી તમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત નહીં થાય. પહેલા જે વ્યવસ્થા હતી, તેમાંથી કંઈ પણ આ કાયદાએ છીનવી લીધી છે શું. બધું જ જૂના જેવું છે. નવું છે તે તેના વિકલ્પ તરીકે છે. ખેડૂત જ્યાં વધારે ફાયદો થશે ત્યાં જશે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોદીએ અધીર રંજનને ટોક્યા અને કહ્યું હતું કે, હવે આ વધારે થઈ રહ્યું છે. બંગાળમાં પણ ટીએમસી કરતા વધારે પબ્લિસિટી તમને મળી જશે. અધીર રંજનજી પ્લીઝ, સારું નથી લાગતું. હું તમારો આદર કરું છું. હદથી વધારે આગળ કેમ વધો છો. આ નવા કાયદા કોઈ માટે બંધનકારી નથી. તેમના માટે વિકલ્પ આપવામાં આવ્યો છે. જો કંઈ પણ થોપી દેવામાં આવ્યું હોત તો અમે માની લીધું હોત. આંદોલનની નવી રીત છે. આંદોલનજીવી આવી જ રીત અપનાવે છે. આવું થશે તો આવા પરિણામો આવશે. આ રીતે ભય ઊભો કરીને આગ લગાડવાનું કામ કરે છે.

(8:58 pm IST)
  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST