Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મુંબઈની 5 મહિનાની બાળકીને 22 કરોડના ઇન્જેક્શનથી મળશે નવજીવન: પીએમ મોદીએ માફ કર્યો 6 કરોડ ટેક્સ

દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર આ બાળકીના નવજીવન માટે વડાપ્રધાન મોદીએ ટેક્સ માફ કરી દીધો

મુંબઈની પાંચ મહિનાની બાળકી કે જેનું નામ તીરા છે, હવે તે જીંદગી સામેનો જંગ જીતી જશે તેવી આશા તેના પરિવારજનોને થઈ રહી છે.તીરાને Spinal Muscular Atrophy (SMA) નામની બીમારી છે. જેના કારણે પ્રોટીન બનાવનારા જીન તેના શરીરમાં જોવા મળતા નથી. જેના કારણે માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે.

તેનો ઈલાજ અમેરિકાથી આવનારા Zolgensuma ઇન્જેક્શન દ્વારા જ શક્ય છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાની અને તેના પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવો પડે તેમ હતો, પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર આ બાળકીના નવજીવન માટે વડાપ્રધાન મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઇન્જેક્શન ન લાગે તો આ બાળકી વધીને 13 મહિના જીવિત રહી શકે તેમ હતી.તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ સમયે તેના ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ત્યારબાદ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી

  આ ઇંજેક્શન એટલું મોંઘું છે કે સામાન્ય માણસ તેના માટે ખરીદી શકે તે શક્ય નથી. આ તીરામાટે ના પરિવારજનો પણ ચિંતિત હતા.તેના પિતા મિહિર આઇટી કંપનીમાં જોબ કરે છે અને માતા પ્રિયંકા freelance illustrator ( કોઈ બાબતને ચિત્ર દ્વારા સમજનાર) તરીકે સેવા આપે છે. એવામાં તેમને સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને તેના પર ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું. ત્યાં બાળકીને સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. હવે આશા છે કે ટૂંક સમયમાં જ આ ઇન્જેક્શનની ખરીદી કરી શકાશે.

SMA હોય તો શરીરમાં પ્રોટીન દ્વારા બનનાર જીન હોતું નથી એવા માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે. મગજની માંસપેશીઓ કાર્ય કરવાનો બંધ થઈ જાય છે. મગજ દ્વારા તમામ માંસપેશીઓનું સંચાલન થતું હોય છે જેના કારણે તેને શ્વાસ લેવામાં અને ભોજન ત્યાં સુધીમાં મુશ્કેલી થવા લાગે છે. ઘણા પ્રકારના SMAના લક્ષણો હોય છે. જેમાં ટાઈપ 1 સૌથી ગંભીર છે.

બાળકીના પિતા મિહિર જણાવે છે કે તેરા નો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ બદલાવા લાગી હતી. તેની મમ્મી પાસે સ્તનપાન કરાવતી વખતે તેનો શ્વાસ રૂંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની કમી થવા લાગી હતી. એકવાર તો કેટલીક સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા. પોલીઓની રસી પીવડાવતી વખતે પણ તેના શ્વાસ રોકાઈ જતા હતા. ડોક્ટરોની સલાહ બાળકીને ન્યુરોલોજીસ્ટને દેખાડવામાં આવી હતી. જ્યાં તેની આ બિમારી વિશેની જાણકારી મળી હતી.

(8:29 pm IST)
  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST