Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વર્ષ 2021માં અત્યાર સુધીમાં 5,17,000 ભાવિકોએ કર્યા માતા વૈષ્ણોદેવીના દર્શન

કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી રહ્યાં છે.

જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરની પ્રાકૃતિક ગુફા મકર સક્રાંતિ પછી ભક્તોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવી છે. ત્યાર બાદ દરરોજ  વૈષ્ણોદેવીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આ માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી રહ્યાં છે.

   શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ કુમારે જણાવ્યું હતું કે દૈનિક ભક્તોની સંખ્યા 10,000 કરતા ઓછી હોય ત્યારે સામાન્ય રીતે ભક્તોને કુદરતી ગુફામાં માતાજીના દર્શનની મંજૂરી આપવામાં આવે છે.તેમણે કહ્યું કે મંદિરમાં દર્શન સરળતાથી ચાલી રહ્યાં છે. તેમજ વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 5.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે.

(8:23 pm IST)
  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST