Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

તરૂણ મુસ્લિમ યુવતીના લગ્ન કાયદેસર જ ગણાયઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

મુસ્લિમ સમુદાયના સાહિત્યમાં ઉલ્લેખને કોર્ટે ટાંક્યો : પરીવારજનોનો લગ્ન સામે ભારે વિરોધ પણ છોકરીની મક્કમતા બાદ હરિયાણા હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ચંદીગઢ, તા. ૧૦ : મુસ્લિમ સમુદાયમાં લગ્ન અંગે વિવિધ સાહિત્યમાં કરેલા ઉલ્લેખ તેમજ કોર્ટ્સ દ્વારા અપાયેલા જજમેન્ટ્સના આધારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું છે કે, મુસ્લિમ છોકરી ૧૮ વર્ષથી ઓછી વયે પણ લગ્ન કરી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર, તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલી મુસ્લિમ છોકરીના લગ્ન કાયદેસરના જ ગણાય.

સર દિનશાહ ફર્દુનજી મુલ્લા દ્વારા લિખિત 'પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદ લૉ' નામના પુસ્તકના આર્ટિકલ ૧૯૫નો ઉલ્લેખ કરતાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે મુસ્લિમ છોકરી પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ કરી લે ત્યારબાદ તે પોતાની પસંદગીના કોઈપણ પુરુષ સાથે લગ્ન કરી શકે છે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના આર્ટિકલ ૧૯૫માં જણાવાયું છે કે, માનસિક રીતે સ્વસ્થ કોઈપણ પણ મુસ્લિમ પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ્યા બાદ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. માનસિક રીતે અસ્વસ્થ કે પછી પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ્યા ના હોય તેવા લોકો પોતાના વાલીની મંજૂરીથી લગ્ન કરી શકે. પરંતુ જો માનસિક રીતે સ્વસ્થ અને પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશેલા કોઈપણ મુસ્લિમના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવાય તો તે માન્ય નથી, તેમ કોર્ટે જણાવ્યું હતું.

આ પુસ્તકમાં એવું પણ લખેલું છે કે વ્યક્તિ પ્રજનનક્ષમ વયમાં પ્રવેશી ગયો છે કે નહીં તેના પુરાવાની ગેરહાજરીમાં ૧૫ વર્ષની વયને તેના માટે યોગ્ય માનવામાં આવી છે. જસ્ટિસ અલ્કા શરીને પંજાબના એક મુસ્લિમ કપલ દ્વારા દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી બાદ ઓર્ડર પાસ કરતા જણાવ્યું તેમ જણાવ્યું હતું.

આ કેસમાં ૩૬ વર્ષના પુરુષે ૧૭ વર્ષની છોકરી સાથે પોતાની ધાર્મિક વિધિથી ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના આ પહેલા લગ્ન હતા. તેમણે પોતાની જિંદગીની રક્ષાની માગ સાથે આ લગ્નનો વિરોધ કરી રહેલા પોતાના તમામ સંબંધીઓ સામે રક્ષણની માગ કરી હતી. પિટિશનરે મુસ્લિમ લૉનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેના અનુસાર ઓછામાં ઓછી ૧૫ વર્ષની વયે મુસ્લિમ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે. તેમણે કોર્ટ સમક્ષ એમ પણ કહ્યું હતું કે પ્રજનનક્ષમ વયમાં પ્રવેશ્યા બાદ મુસ્લિમ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ગમે તે સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે, અને તે વ્યક્તિના વાલીને તેમાં દખલ દેવાનો કોઈ હક્ક નથી. અરજકર્તાઓએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની જિંદગીને આ લગ્નનો વિરોધ કરી રહેલા તેમના સંબંધીઓથી ખતરો છે, અને તેમણે મોહાલીના જીજીઁને પણ સુરક્ષા આપવા માટે અરજી કરી હતી. પિટિશનની સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે, અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અનુસાર તે માન્ય છે. તેના પરિવારજનો લગ્નના વિરોધમાં હોવા માત્રથી છોકરીથી તેનો હક્ક છીનવી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે પોલીસને આ કપલને સુરક્ષા પ્રદાન કરવા આદેશ આપ્યો હતો.

(7:26 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST