Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ઘાસચારા કૌંભાડઃ લાલુ સાથે જોડાયેલ મામલાની અઠવાડીયે બે વાર સુનાવણી

પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ સાથે જોડાયેલ ચારા કૌભાંડના સૌથી મોટા મામલામાં કોર્ટમાં અઠવાડીયામાં બે દિવસ ફિઝિકલ કોર્ટમાં સુનાવણી થશે. મંગળવારે ૧૦ મહિના બાદ સીબીઆઈની વિશેષ જજ એસ.કે.શશીની કોર્ટમાં મામલાની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે ગવાહ રજુ કરવા સમય માંગેલ. કોર્ટે ૧૨ ફેબ્રુઆરીની તારીખ નકકી કરેલ.

લોકડાઉન બાદથી જ મામલાની સુનાવણી પુરી રીતે બંધ હતી. હાઈકોર્ટના આદેશ ઉપર બે ફેબ્રુઆરીથી ફીઝીકલ સુનાવણી શરૂ થયેલ. સીબીઆઈની વિશેષ લોક અભીયોજ કે જણાવેલ કે મામલામાં ટ્રાયલ ફેસ કરી રહેલ. આપૂર્તિકર્તા શ્યામ નંદન સિંહ પોતાના બચાવામાં ગવાહ રજુ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ જો બચાવ પક્ષ ગવાહ પ્રસ્તુત ન કરી શકે તો મામલામાં દલીલ શરૂ થશે. દલીલ દરમિયાન જો કોઈ આરોપીત પોતાના બચાવમાં ગવાહ પ્રસ્તુત કરવા ઈચ્છે તો આવેદન આપી રજુ કરી શકશે. ડોરંડા કોષાગારથી ૧૩૯.૩૫ કરોડ રૂપીયાના ગેરકાયદે નિકાસીથી જોડાયેલ મામલે લાલુ સહિત ૧૧૦ આરોપીઓ ટ્રાયલ ફેસ કરી રહ્યા છે. સીબીઆઈએ પ્રારંભમાં ૧૭૦ લોકોને આરોપી બનાવેલ. લાલુ સહીત ૧૪૭ લોકો વિરૂધ્ધ આરોપ ગઠીત કરાયેલ. સુનાવણી દરમિયાન ૩૭ લોકો અવસાન પામેલ.

(3:18 pm IST)