Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નરેન્દ્રભાઇના સાથીદાર-દ્વારકા જનસંઘ-RSSના અગ્રણી હરિભાઇ આધુનિકનું નિધન

ભાજપ, વિશ્વહિન્દુ પરીષદ સહિતની સાથે રહીને હિન્દુ ધર્મ રક્ષણ માટે મહત્વની સેવા આપી હતી : અનેક વખત જેલવાસ પણ ભોગવ્યો હતો

રાજકોટ, તા. ૧૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં જનસંઘ-રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ નાં વરિષ્ઠ અગ્રણી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથીદાર શ્રી હરિભાઇ આધુનિકનુ આજે રાજકોટની હોસ્પિટલમાં ૮૮ વર્ષની ઉંમર અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં  સ્વ. હરિભાઇ આધુનિક સતત લોકસેવામાં કાર્યરત રહેતા હતા. તેઓ હિન્દુ ધર્મની રક્ષા માટે મહત્વની સેવાનો આપતા હતા. દેવભૂમિ દ્વારકા જીલ્લો કે અન્ય કોઇ જગ્યાએ પ્રજાને અન્યાય થાય તો સતત લડત આપતા હતા અને ન્યાય અપાવતા હતા અનેક વખત તેઓ જેલવાસમાં ભોગવી ચુકયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પાયાના પથ્થર તરીકે કાર્યરત રહેલા હરિભાઇ આધુનિક તરીકે તેઓ જાણીતા થયા હતા. તેઓનું સાચુ નામ હરિભાઇ કલ્યાણજીભાઇ ભુંડિયા હતું.

દ્વારકા ભાજપના પાયાના કાર્યકર્તા જનસંઘ સમયે જેલ માં ગયા હતા ગુજરાત માં ઘારાસભ્યની કે સાંસદસભ્યની કે નગરપાલિકા તાલુકા પંચાયતની ચુંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઇને દુકાને દુકાને ઘરે ઘરે પહોંચી ને દ્વારકાધીશનો પ્રસાદ આપીને ભાજપ ને મત આપવા માટે અપીલ કરતા રહેતા હતા.

હરિભાઈ આઘુનિક ભાજપ કાર્યકર્તા તરીકે રહ્યા છે નરેન્દ્રભાઇ મોદી દ્વારકા જયારે આવે ત્યારે હરિભાઈ આધુનિક ને ચોક્કસ મળે તેમની સભા માં હરિભાઈ ને ઉલ્લેખ કરે હરિભાઈ આઘુનિક દ્વારકા દેવસ્થાન સમિતિ માં છેલ્લા ૨૦ વર્ષ ની સદસ્ય તરીકે સેવા આપતા હતા.

(3:14 pm IST)
  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST