Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સાઉથ ચાઇના સી માં અમેરીકી યુધ્ધ જહાજોએ દમ દેખાડતા ચીનને બળતરા ઉપડી : કહ્યું આ તાકાતનું જ પ્રદર્શન છે

નવી દિલ્હી તા. ૧૦ : પડોશી દેશોની જમીન પર નજર માંડીને બેઠલ ચીન વિસ્તારવાદી વિચારોને લઇને નવા નવા દાવા કરતુ રહે છે. તેણે સાઉથ ચાઇના સી ને વિવાદીત બનાવી દીધેલ છે. પરંતુ હવે અમેરીકાએ તેને મુહતોડ જવાબ આપ્યો છે.

અમેરીકાના બે એરક્રાફટ કેરીયર ગ્રુપ્સ જેમાં ડઝન યુધ્ધ જહાજ અને ઓછામાં ઓછા ૧૨૦ ફાઇટર એરક્રાફટ સામેલ છે. જેણે મંગળવારે સાઉથ ચાઇના સી ખાતે સહયારો અભ્યાસ કર્યો હતો. અમેરીકાના આ પગલાથી ચીનને જોરદારની બળતરા ઉપડી છે અને આલોચના કરી તાકાતનું પ્રદર્શન બતાવ્યુ હતુ.

અમેરીકી નૌસેનાએ એક નિવેદનમાં જણાવેલ કે થિયોડોર રૂઝવેલ્ટ અને નિમિત્ઝ કેરીયર સ્ટ્રાઇક ગ્રુપ્સના જહાજ અને વિમાનએે વધુ ટ્રાફીકવાળા વિસ્તારોમાં પડકારરૂપ વાતાવરણમાં અમેરીકી નૌસેનાની ક્ષમતા દેખાડી દીધી છે.

ડુઅલ કેરીયરના ઓપરેશનનારૂપમાં સ્ટ્રાઇક ગ્રુપસ કમાન્ડર અને નિયંત્રણ ક્ષમતાઓને વધારવાના ઉદેશ્યથી આ અભ્યાસ હાથ ધરાયો હતો.

ગયા વખતે અમેરીકી નૌસેનાએ જુલાઇ ૨૦૨૦ માં સાઉથ ચાઇના સી માં ડુઅલ કૈરીયર ઓપરેશન હાથ ધરેલ. જયારે રોનાલ્ડ રીગન અને નિમિત્ઝ કૈરીયર સ્ટ્રાઇક ગ્રુપ્સ સી માં ઉતર્યા હતા. અમેરીકાએ આ પગલા પછી ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંબગ વેનબિને કહેલ કે અમેરીકી યુધ્ધ જહાજો અને વિમાનો દ્વારા સાઉથ ચાઇન સી માં લગાતાર તાકાત દેખાડવી ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતા માટે અનુકુળ  નથી.

ઉલ્લેખનીય છે કે ચીન લગભગ પુરા સાઉથ ચીન સી પર પોતાનો દાવો ઠોકવા લાગ્યુ છે. જે વિયેતનામ અને તાઇવાન સીવાય ફીલીપાઇન્સ, બ્રુનેઇ, મલેશીયા અને ઇન્ડોનેશીયા સહીત કેટલાય સમુદ્રી પડોશીઓ દ્વારા વિવાદીત છે.

પ્રવકતા વાંગે ફ્રાંસીસી રક્ષા મંત્રી ફલોરેન્સ પૈલીની ઘોષણા સામે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહેલ કે ફ્રેંચ ન્યુકિલયર એટેક સબમરીન એ બે નોસૈનિક જહાજોમાની એક હતી. જેણે હાલમાંજ સાઉથ ચાઇના સી મા પેટ્રોલીંગ કર્યુ હતુ.

ફલોરેન્સે બે તસ્વીર શેર કરતા લખેલ કે પેટ્રોલીંગ કરતા આ સાઉથ ચાઇના સી માં એક માર્ગ પૂર્ણ કરી લેવાયો છે. આ અમારી નેવીની તાકાત છે. આ વાતનો જવાબ દેતા સાઉથ ચાઇના સી માં નેવીગેશનની સ્વતંત્રતા પર કોઇ સમસ્યા નથી. ચીને હંમેશા સાઉથ ચાઇના સી માટે આંતરરાષ્ટ્રીય કાનુન મુજબ દરેક દેશો દ્વારા મળેલ નેવીગેશન અને ઓવરફલાઇટની સ્વતંત્રતાનું સન્માન કરેલ છે. પરંતુ ચીનની સંપ્રભુતા અને સુરક્ષાને ખતરો ઉભો કરવા અને ક્ષેત્રીય શાંતીને ખલેલ પહોંચાડવા કોઇ પણ દેશના નેવીગેશનનો અમે વિરોધ કરીએ છીએ.

(3:08 pm IST)
  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST