Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કુંભમાં ભંડારા અને સામાજીક ભજન-કથા પર પ્રતિબંધ

યુપી સરકારે કુંભ મેળા માટે બહાર પાડયા દિશા નિર્દેશઃ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન અને કોરોના ટેસ્ટ ફરજીયાત

દેહરાદુન તા. ૧૦ : કેન્દ્રમાંથી એસઓપી બહાર પડાયા પછી રાજય સરકારે પણ કુંભમેળા માટે વિસ્તૃત એસઓપી જાહેર કરી દીધા છે. કુંભમેળામાં રજીસ્ટ્રેશન વગર કોવિડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહી મળે સામુહિક ભજન-કથા અને ભંડારાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રીહેબીલીટેશન વિભાગના સચિવ એસએ મુરૂગેશને મંગળવારે કુંભમેળાના એસઓપી જાહેર કર્યા છે. તેમણે આશ્રમ, ધર્મશાળા, વાહન પાર્કિંગ સ્થળ, હોટલ અને રેસ્ટોરન્ટ, હોસ્ટીંગ પોઇન્ટ, ધાર્મિક સ્થળ, રેલ્વે સ્ટેશન, જાહેર પરિવહન અને બસ સ્ટેશન માટે અલગ...અલગ આદેશો જાહેર કર્યા છે. બધામાં એ વાતને કડકાઇપુર્વક લાગુ કરાઇ છે. કે જો નિયમોનું પાલન નહી કરાય તો આપદા પ્રબંધન અધિનિયમ ર૦૦પ, મહામારી રોગ અધિનિયમ ૧૮૯૭ અને આઇપીસીની કલમો હેઠળ સીધી કાર્યવાહી કરવામાં આવશે શ્રદ્ધાળુઓને આશ્રય અને ધર્મશાળામાં ત્યારેજ પ્રવેશ મળશે. જયારે તે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો એન્ટ્રી પાસ બતાવશે. અને તેના હાથ પર ન ભુંસાય તેવી શાહીનું નિશાન હશે .મંદિરમાં દર્શન દરમ્યાન શ્રદ્ધાળુઓ વચ્ચે બે ગજનું અંતર જરૂરી રહેશે. તેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હોવી પણ ફરજીયાત રહેશે.

આજ રીતે બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુમાં જો કોરોનાના લક્ષણ દેખાય તો બસ ચાલકની જવાબદારી રહેશે કે તે તેની જાણ પોલીસ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં કરે. જો કોઇ તીર્થયાત્રી રજીસ્ટ્રેશન વગર આવશે તો તેને કોઇપણ પરિસ્થિતિમાં પ્રવેશ નહી અપાય. ટ્રેનથી આવેલ તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ૭ર કલાકથી અંદર કોવીડ નેગેટીવ રીપોર્ટ પણ ફરજીયાત છે આ બે નહી હોય તો તેને રેલ્વે સ્ટેશનની બહાર નહી જવા દેવાય, બસ સ્ટેશન પર પણ આ નિયમ જ રહેશે.

ગંગા સ્નાન માટે ફકત ર૦ મીનીટ જ મળશે સ્થળ પણ તહેનાત સુરક્ષા કર્મચારીઓની એ જવાબદારી રહેશે કે તે ર૦ મીનીટનો સમય પરો થતા જ તે જથ્થાને બહાર કાઢે જેથી બીજો જથ્થો સ્નાન કરી શકે બધા સુરક્ષા કર્મીઓ પીપીઇ કીટમાં રહેશે શાહી સ્નાન માટે નકકી કરાયેલ તીથીના દિવસે હરિદ્વારમાં બજારો બંધ રહેશે. ફકત ડેરી, ભોજન, દવા, પુજન સામગ્રી અને ગરમ કપડાની દુકાનો જેવી જીવન જરૂરીયાતની ચીજોની દુકાનો જ ખુલ્લી રહેશે.

(12:51 pm IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST