Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

હરિભાઈ આધુનિકને શ્રધ્ધાંજલી અર્પતા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામગર, તા. ૧૦ : રાજય સભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ઘ કૃષ્ણ ભકત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય શ્રી હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યકત કર્યો છે.

એક શોક સંદેશામાં શ્રી નથવાણીએ જણાવ્યું કે શ્રી હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.

(12:49 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST