Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ઉત્તર પ્રદેશની સગીરા ઉપર બળાત્કારના કેસમાં

આસારામ બાપુની અપીલ ઉપર ફરી મુદત પડીઃ હવે ૮ માર્ચે કેસની સુનાવણી

જોધપુર (રાજસ્થાન):. સગીરવયની કિશોરી સાથે યૌન શોષણના મામલામાં આજીવન જેલવાસની સજા વિરૂદ્ધ ૮૦ વર્ષના આસારામ બાપુની અપીલ ઉપર હવે ૮ માર્ચે સુનાવણી શરૂ થશે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટીસ સંદિપ મહેતા અને જસ્ટીસ દેવેન્દ્ર કછવાહની બેન્ચમાં આસારામ બાપુની અપીલ બોર્ડ ઉપર આવેલ પરંતુ હવે તેની સુનાવણી ૮ માર્ચ ઉપર ગયેલ છે. સ્પેશ્યલ કોર્ટ (પોકસો એકટ)એ ૨૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ આસારામ બાપુને આજીવન કેદ અને તેના બે સાથીદાર શરદ અને શિલ્પીને ૨૦ - ૨૦ વર્ષની સજા ફટકારેલ. હાઈકોર્ટેમાંથી આ બન્નેની સજાના અમલ ઉપર મનાઈ હુકમ અપાયેલ અને બન્ને જામીન ઉપર છુટી પણ ગયેલ છે. જ્યારે આસારામ બાપુ જેલમાં છે. તેમણે જુલાઈ ૨૦૧૮માં ૪૪ પેઈજની અપીલ રાજસ્થાન હાઈકોર્ટમાં રજુ કરી હતી. જેના ઉપર હવે ૯ માર્ચે સુનાવણી હાથ ધરાશે.

૨૦૧૩માં આસારામ બાપુની ધરપકડ થયેલ. ઉત્તર પ્રદેશના શાહજહાનપુરની સગીર બાળાએ જોધપુર આશ્રમમાં તેના ઉપર આસારામ બાપુએ બળાત્કારની ફરિયાદ કરેલ. તે આસારામ આશ્રમની વિદ્યાર્થીની હતી. પાછળથી પોકસોની અને એસસી/એસટી કાનૂનની આકરી કલમો લાગુ કરાયેલ.

(10:18 am IST)