Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કૃષિ ધારા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સંત સમાજે સમર્થન ઘોષિત કર્યું : જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી ,કાશી સુમેરુ પીઠ કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણ ,સહિતના સંતો મહંતોએ કિસાન નેતા રાકેશ ટિકૈતની મુલાકાત લઇ આશીર્વાદ આપ્યા

ન્યુદિલ્હી : છેલ્લા અઢી માસ ઉપરાંત સમયથી કેન્દ્રના કૃષિ ધારા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સંત સમાજે સમર્થન ઘોષિત કર્યું છે.

આજરોજ  જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતી ,કાશી સુમેરુ પીઠ કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણ ,સ્વામી આર્યવેશજી મહારાજ ,નવીનાનંદજી મહારાજ ,મહામંડલેશ્વર ભુપેન્દ્રગીરીજી મહારાજ ,સ્વામી વિષ્ણુ વિનોદમજી મહારાજ ,સ્વામી વ્રજભૂષણજી મહારાજ ,યોગી રાકેશનાથજી મહારાજ ,સ્વામી કૈલાસાનંદજી મહારાજ ,સ્વામી ભજનારામજી મહારાજ ,આચાર્ય કેશવ દેવજી મહારાજ ,સહિતના સંતો મહંતોએ આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતને આશીર્વાદ આપી સમર્થન ઘોષિત કર્યું હતું તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST