Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ના પાડવા છતાં દહી ખાનારી પત્ની પર પતિએ છરી હુલાવી

મુંબઈ કોર્ટનો દ્રષ્ટાંતરૂપ ચુકાદો : નાનકડી વાતમાં પત્નીને માર મારનારા પતિને કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો

મુંબઈ, તા. : મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનાનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પતિએ પોતાની પત્નીના છરાના ઘા મારી દીધા. પાછળનું કારણ માત્ર એટલું હતું કે પત્ની દહીં લઈને ઘરે આવી હતી અને પતિના ઈનકાર કરવા છતાં તેણે દહીં ખાઈ લીધું. જે બાદ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મામલો છરી લઈને હુમલા કરવા સુધી પહોંચી ગયો. હવે કેસમાં કોર્ટે આરોપી પતિને વર્ષની જેલની સજા ફટકારી છે.

મામલો મુંબઈનો છે અને એક સ્થાનિક કોર્ટે આરોપી પતિને હત્યાના પ્રયાસમાં દોષી ગણાવતા તેને સજા સંભળાવી છે. એક રિપોર્ટ મુજબ, જજે પોતાના ચૂકાદામાં કહ્યું કે, આરોપી વિરુદ્ઘ ગંભીર આરોપ છે. આરોપી પ્રત્યે ઉદારતા દર્શાવતા પીડિતાની તકલીફોને નજરઅંદાજ કરી શકાય. આરોપી પતિની એક નાની એવી વાતમાં પત્નીને છરી મારી દીધી. આરોપી પતિએ કોર્ટમાં દલીલ આપી હતી કે તેની પત્ની ભૂલથી વાસણની ધાર પર પડીને ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી, જોકે કોર્ટે તેનો દાવો ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે, મામલામાં પાડિતાની જુબાની અને સારવાર માટે મહિલાને હોસ્પિટલ લઈ જનારા સાક્ષી પણ તેનો પુરાવો છે. તેઓ મહિલાની ચીસો સાંભળીને ઘટનાસ્થળે પોંચ્યા હતા અને પતિ પોતાની પત્ની સાથે મારમારી કરી રહ્યો હતો તે તેમણે જોયું હતું.

સુનાવણી દરમિયાન નવ લોકો ગવાહી થઈ, જેમાં પીડિતા પણ સામેલ રહી. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે તેનો પતિ બેરોજગાર હતો અને ઘણીવાર તેની સાથે ગાળા-ગાળી અને મારપીટ કરતો હતો. ઘટના સપ્ટેમ્બર ૨૦૧૯ની છે, જેના વિશે જણાવાયું હતું કે તે દિવસે મહિલા પોતાની માતાના ઘરેથી પાછી આવી હતી અને સાથે દહીં લઈને આવી હતી. તેણે જણાવ્યું કે તે દહીં ખાઈ રહી હતી, દરમિયાન પતિએ તેને ટોકીને કહ્યું, 'એવું લાગે છે કે બિલાડીએ દહીં ખાધું છે'. બાદ બંને વચ્ચે મોટી તકરાર શરૂ થઈ ગઈ, જેમાં પતિએ આવેશમાં આવીને પત્નીને છરી મારી દીધી.

(12:00 am IST)
  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST