Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પુર હિમસ્ખલન કે અસ્થાયી તળાવમાં તિરાડથી આવ્યું

પૂર ઘટનાના અભ્યાસ માટે સેટેલાઈટ છબીેનું અધ્યયન : રેણી ગામ પાસે એક પહાડ પર જામેલો બરફનો ભાગ રવિવારે પડી ગયો અન તે જ ફ્લેશ ફ્લડનું કારણ બન્યો

નવી દિલ્હી, તા. : ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ફ્લેશ ફ્લડ શા માટે આવ્યું? વૈજ્ઞાનિક ટીમોએ હજુ વિશે તપાસ શરુ કરી નથી. રાહત અને બચાવ કામગીરી પણ હજુ પૂર્ણ નથી થઈ. બધા વચ્ચે એક નવા પૂરાવા તરફ ઈશારો થયો છે, જે આફત લગભગ હિમસ્ખલન કે લેન્ડસ્લાઈડ્સના કારણે બનેલા અસ્થાયી તળાવ કે વેલીમાં તિરાડ પડવાથી આવી. ટેક્નિકલી રીતે તેને લેન્ડસ્લાઈડ લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવાય છે. ઘટનાના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ તસવીરોનું અધ્યયન કર્યું છે. રોયલ કનેડિયલ જિયોગ્રાફિકલ સોસાયટીના ડૉ. ડેન શુગરે પ્લેનેટ લેબ્સની સેટેલાઈટ તસવીરમાં એક ખાસ બાબતો નોંધી છે. જે મુજબ, રેણી ગાંમ પાસે એક પહાડ પર જામેલો બરફનો એક ભાગ રવિવારે પડી ગયો અને લગભગ તે ફ્લેશ ફ્લડનું કારણ બન્યો. હિમસ્ખલન થયું તેનાથી નદીઓમાં લગભગ ૩થી મિલિયન ક્યુબિક મીટર પાણી પહોંચ્યું.

દેહરાદુન સ્થિતિ વાડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન જિયોલોજી પણ ઘટનાની શરુઆતની તપાસ કરી રહ્યું છે. જ્યાં ગ્લેશિયોલોજી એન્ડ હાઈડ્રોલોજી ડિવિઝનના હેડ સંતો રાયે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, સેટેલાઈટ ઈમેડિંગ દ્વારા અમારી શરુઆતની તપાસ તરફ ઈશારો કરી રહી છે કે પૂરનું કારણ બરફ પીગળવાનું રહ્યું, ગ્લેશિયલ લેકનું ફાટવાનું નથી. અમારા વિશે તપાસ કરવાની જરુર છે. અમે વૈજ્ઞાનિકોની બે ટીમને સાઈટ પર મોકલી છે અને તપાસ પૂર્ણ થતા સુધી અમારી પાસે સંપૂર્ણ માહિતી હશે.

રાયે કહ્યું, અત્યાર સુધીમાં સેટેલાઈટથી ખ્યાલ આવ્યો છે કે ફેબ્રુઆરીએ વેલીમાં બરફ પણ નહોતો પરંતુ અને ફેબ્રુઆરીએ ભારે હિમવર્ષા થઈ. તાજો બરફ ફેબ્રુઆરીએ પીગળવાનું શરુ થયું અને એક તરફ બરફનો ઢગલો થતો ગયો, પરિણામે હિમસ્ખલન થયું. જેમ જેમ બરફ નીચે આવતો ગયો, તેની ગતિ વધતી ગઈ અને તેની સાથે રસ્તામાં પાણી અને માટીનું પ્રમાણ પણ વધતું ગયું.

સેટેલાઈટ તસવીરો સામે આવ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડના કારણે આવી કે પછી ગ્લેશિયર બનેલી એક વેલીમાં તીરાડ પડવાથી થયું. પરંતુ વૈજ્ઞાનિકોને વાતની જાણકારી નહોતી કે આવી કોઈ વેલી વિસ્તારમાં હતી કે નહીં તે થિયરી પર સવાલ થઈ રહ્યો છે. જોકે, પૂર કયા કારણે આવ્યું, તે અંગે હજુસંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોક્કસ કારણ તો તપાસ પૂર્ણ થયા બાદ ખબર પડશે.

(12:00 am IST)