Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

લોકોને શોધવા રિમોટ સેન્સિંગ ડિવાઈસની સહાયતા લેવાઈ

ટનલમાં ફસાયેલાઓને કાઢવાની કામગીરી જારી : ૫૦૦ મીટર નીચે સુધી ડિટેક્ટ કરી શકવાની ક્ષમતા ધરાવતા ડિવાઈસનો ઉપયોગ ચોપરની મદદથી થાય છે

નવી દિલ્હી, તા. : ઉત્તરાખંડમાં આવેલી આફત બાદ સતત દિવસથી કાટમાળ નીચે અને ચમોલીના તપોવન પાસે ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પ્રયાસોમાં હજુ સુધી સફળતા નથી મળી અને બીજી તરફ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. હવે જમીનની અંદર રહેલા લોકોને પણ શોધી શકાય તે માટે ખાસ મશીન મંગાવવામાં આવ્યું છે કે જેના દ્વારા જમીનની અંદર કોઈ વ્યક્તિ જીવિત કે મૃત છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે.

ચમોલીમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી પર રાજ્યની સરકાર સહિત ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમાર દ્વારા પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તેઓ દ્વારા ઘટના બાદ ચાલી રહેલી કામગીરીની સતત માહિતી આપવાની સાથે તેની પર નજર પણ રાખી રહ્યા છે. હવે તેમણે એક નવી વિગત આપીને જણાવ્યું છે કે, હૈદરાબાદની એક ટીમ રિમોટ સેન્સિંગ ડિવાઈસથી મદદરુપ બનશે. મશીનની ક્ષમતા એવી છે કે તે કાટમાળની ૫૦૦ મીટર નીચે સુધી ડિટેક્ટ કરી શકે છે. અશોક કુમારે આગળ જણાવ્યું કે અમે ડિવાઈસનો ઉપયોગ ચોપરની મદદથી કરી રહ્યા છે.

ડીસીપી અશોક કુમારે જણાવ્યું છે કે, ચમોલી જિલ્લામાં આવેલી આફતની ઘટનામાં અલગ-અલગ જગ્યા પરથી ૩૦ મૃતદેહ મળ્યા છે. જ્યારે ઘટના બાદ ગુમ થયેલા લોકોની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. બપોર સુધીમાં ટનલમાં ફસાયેલો કાદવ કાઢી લેવાશે તેવું અનુમાન હતું જોકે હજુ સુધી કામગીરી ચાલી રહી છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં ૫૦૦થી વધુ જવાનો જોડાયા છે. જેમાં એસડીઆરએફ, આઈટીબીપીના જવાનો સહિત સ્થાનિક પોલીસ જોડાઈ છે. . કિલોમીટર લાંબી ટનલમાં કાદવ અને કાટમાળ ફસાયો છે જેને દૂર કરીને તેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે ઝડપથી બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ, આઈટીબીપી અને પોલીસ સહિત હવે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ની ટીમ રોડ અને તૂટી ગયેલા પૂલની કામગીરી માટે પહોંચી ગયા છે. અહીં રાત દિવસ કામ કરીને સંપર્ક વિહોણા બનેલા ગામ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યસભામાં અમિત શાહે જણાવ્યું છે કે, ઉત્તરખંડ સરકારે જણાવ્યા પ્રમાણે હવે પૂરનું પાણી ભયજનક સપાટીથી નીચે ઉતરી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠ્ઠો ફરી પહોંચાડવામાં આવ્યો છે અને બીઆરઓની ટીમ નુકસાન થયેલા બ્રીજનું સમારકાર કરશે.

શાહે જણાવ્યું કે, ૪૫૦ આઈટીબીપીના જવાનો, ટીમ એનડીઆરએફ, ટીમ ઈન્ડિયન આર્મી, નેવીની ટીમ અને આઈએએફ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે.

(12:00 am IST)