Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

બ્રિટિશ પોલીસે સૌપ્રથમ શીખ મહિલા પોલીસકર્મી કરપાલ કૌર સંધુને યાદ કર્યા : સ્કોટલેન્ડ પોલીસમાં શામેલ થયાની 50 મી વર્ષગાંઠ ઉજવી

લંડન : આજથી 50 વર્ષ પહેલા સ્કોટલેન્ડ પોલીસમાં જોડાયેલા સૌપ્રથમ શીખ મહિલા પોલીસકર્મી સુશ્રી કરપાલ કૌર સંધુને તાજેતરમાં 8 જાન્યુઆરી 2021 સોમવારના રોજ યાદ કરાયા હતા.જે અંતર્ગત તેઓ સ્કોટલેન્ડમાં જોડાયાની 50 મી વર્ષગાંઠ ઉજવાઈ હતી.

સુશ્રી સંધુ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસમાં જોડાયેલા સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા હતા.ત્યાર પછી અન્ય મહિલાઓ માટે આ ક્ષેત્રમાં પ્રવેશવાના માર્ગ ખુલ્યા હતા.સુશ્રી સંધુએ 1971 થી 73 ની સાલ દરમિયાન લંડનમાં મેટ્રોપોલિટન  પોલીસમાં સેવાઓ આપી હતી.

કમનસીબે માત્ર 30  વર્ષની ઉંમરે જ 1973 ની સાલમાં તેના પતિએ તેની હત્યા કરી નાખી હતી.જેને કારણે તેને 1974 ની સાલમાં આજીવન સજા ફરમાવાઈ હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:05 pm IST)