Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

બેંકોમાં ફરી ૫ દિવસની હડતાલ

માર્ચ મહીનામાં ફરી બેંકો બંધ રહેશે

નવી દિલ્હી,તા.૧૦: બજેટવાળા દિવસ અને તેના એક દિવસ પહેલા બેંકોની હડતાલ હતી. બેંક અધિકારીઓની માંગો હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. એવામાં શકયતા એ છે કે બેંક અધિકારી માર્ચ મહીનામાં ફરીથી ત્રણ દિવસની હડતાલ પર જશે. જો એવું બન્યુ તો માર્ચના બીજા સપ્તાહમાં પાંચ દિવસો માટે બેંકો બંધ રહેશે. બેંક એમ્પલોયી ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયી એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સાર્વજનિક ક્ષેત્રના બેંકોના કર્મચારી ૧૧-૧૩ માર્ચ વચ્ચે ત્રણ દિવસોની હડતાલ પર રહેશે. ૧૪ માર્ચ બીજો શનિવાર અને ૧૫ માર્ચ રવિવાર છેે. એમ બેંક સતત પાંચ દિવસ માટે બંધ રહેશે. બેંક કર્મચારીઓની માંગ છે કે પગારને દર પાંચ વર્ષ પર રિવાઇઝ કરવામાં આવે ગયા વર્ષ ૨૦૧૨માં સેલેરી રિવાઇઝ કરવામાં આવી હતી.

(11:42 am IST)