Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૨૦૧૦ બાદ દેશમાં થયેલા મોટા ત્રાસવાદી હુમલા......

છેલ્લે ઉરી સેક્ટરમાં હુમલો થતાં ૧૭ જવાન શહીદ

         શ્રીનગર,નવીદિલ્હી, તા. ૧૦ : જમ્મુ કાશ્મીરના જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાનમાં આજે સવારે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓએ ભારતમાં હુમલા કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આ હુમલામાં એક ઓફિસર શહીદ થયા હતા અને છથી વધુ ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૦ બાદથી ભારતમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલા નીચે મુજબ છે.

*    ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે પુણેમાં ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં ૧૭ના મોત થયા હતા અને ૬૦ લોકો ઘાયલ થયા હતા

*    ૭મી ડિસેમ્બર ૨૦૧૦ના દિવસે વારાણસીમાં બોંબ બ્લાસ્ટ કરાયા હતા જેમાં એકનું મોત થયું હતું અને ૨૦ લોકો ઘાયલ થયા હતા

*    ૧૩મી જુલાઈ ૨૦૧૧ના દિવસે મુંબઈમાં ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં ૨૬ના મોત થયા હતા અને ૧૩૦ લોકો ઘાયલ થયા હતા

*    ૭મી સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે દિલ્હીમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૧૯ના મોત થયા હતા ૭૬ લોકો ઘાયલ થયા હતા

*    ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે ઈઝરાયેલી રાજદ્વારી પર હુમલો કરાયો હતો જેમાં ૪ લોકો ઘાયલ થયા હતા

*    પહેલી ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે પુણેમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો

*    ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે હૈદરાબાદમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૧૬ના મોત થયા હતા અને ૧૧૯ ઘાયલ થયા હતા

*    ૧૩મી માર્ચ ૨૦૧૩ના દિવસે શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં ૭ના મોત થયા હતા અને ૧૦ લોકો ઘાયલ થયા હતા

*    ૧૭મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૧૬ લોકો ઘાયલ થયા હતા

*    ૨૫મી મે ૨૦૧૩ના દિવસે દરભાખીણમાં (છત્તીસગઢ) હુમલો કરાયો હતો જેમાં ૨૮ના મોત થયા હતા અને ૩૨ ઘાયલ થયા હતા

*    ૨૪મી જુન ૨૦૧૩ના દિવસે શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં ૮ના મોત થયા હતા અને ૧૯ ઘાયલ થયા હતા

*    ૭મી જુલાઈ ૨૦૧૩ના દિવસે ડુમકામાં માઓવાદી હુમલો કરાયો હતો જેમાં ૫ના મોત થયા હતા

*    ૭મી જુલાઈ ૨૦૧૩ના દિવસે બોધગયામાં બોંબ બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૫ ઘાયલ હતા

*    ૨૭મી ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પટણામાં બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં ૫ લોકોના મોત થયા હતા અને ૬૬ લોકો ઘાયલ થયા હતા

*    ૨૫મી એપ્રિલ ૨૦૧૪ના દિવસે ઝારખંડમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૮ના મોત થયા હતા અને ૫ લોકો ઘાયલ થયા હતા

*    ૨૮મી એપ્રિલ ૨૦૧૪ના દિવસે બડગામ જિલ્લામાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકો ઘાયલ થયા હતા

*    ૧લી મે ૨૦૧૪ના દિવસે ચેન્નઈમાં ટ્રેન બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં એકનું મોત થયું હતું અને ૧૪ લોકો ઘાયલ થયા હતા

*    ૧૨મી મે ૨૦૧૪ના દિવસે ગઢચિરોલી જિલ્લામાં માઓવાદી બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૭ના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા

*    ૨૮મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે બેંગ્લોરમાં ચર્ચસ્ટ્રીટમાં બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં ૧નંુમોત થયું હતું અને ૫ ઘાયલ થયા હતા

*    ૨૭મી જુલાઈ ૨૦૧૫ના દિવસે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં દિનાનગરમાં આતંકવાદી હુમલો કરાયો  છે જેમાં ૧૦થી વધુના મોત થયા છે અને અન્ય ઘણા ઘાયલ થયા છે

*    બીજી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે પંજાબના પઠાણકોટમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે અને ત્રણ જવાન શહીદ થયા છે.

*    જૂનમાં પંપોરે પાસે શ્રીનગર જમ્મુ હાઇવે પર સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો હતો જેમાં આઠ જવાન શહીદ થયા હતા અને ૨૦ ઘાયલ થયા હતા

*    બીજી જૂન ૨૦૧૬ના દિવસે કરાયેલા હુમલામાં બે જવાન શહીદ થયા હતા

*    ત્રીજી જૂન ૨૦૧૬ના દિવસે કરાયેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા

*    ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે હિઝબુલના હુમલામાં આઠ જવાન શહીદ થયા હતા અને ૨૨ જવાન ઘાયલ થયા હતા

*    ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ઉરીમાં આર્મી કેમ્પને ટાર્ગેટ બનાવી કરાયેલા હુમલામાં ૧૭ જવાન શહીદ થયા અને ૧૯ જવાન ઘાયલ થયા

*    છઠ્ઠી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે બારામુલ્લામાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઇ ખુવારી થઇ ન હતી

*    ૨૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નાગરોટામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૦ના મોત થયા

*    સાતમી માર્ચ ૨૦૧૭ના દિવસે ભોપાલ-ઉજ્જેન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જો કે આમાં ખુવારી ટળી ગઇ હતી

*    ૧૧મી જુલાઇ ૨૦૧૭ના દિવસે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તમામ ગુજરાતના હતા

*    ૧૦મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સંજુવાન આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવતા એક આર્મી ઓફિસર શહીદ થયા હતા અને છથી વધુ ઘાયલ થયા હતા

(7:08 pm IST)