Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

યુએઈના અખબારો બન્યા મોદીમય

અબુધાબી, ખલીજ ટાઈમ્સ સહિતના અખબારોમાં ભારત અને આરબ અમીરાતના સંબંધો વિશે ફોટા સાથે મોટા હેડીંગમાં લેખ છપાયા : નરેન્દ્રભાઈ પાસે યુએઈના વ્યવસાયોની શું અપેક્ષા છે તેને પ્રાથમિકતા અપાઈ

નવી દિલ્હી, તા.૧૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસની વિદેશી યાત્રા પર ગયેલ છે. નરેન્દ્રભાઈ જોર્ડન, ફેલેસ્ટાઈન અને સંયુકત આરબ અમીરાત ગયેલ છે. આ ત્રણેય દેશોમાં મોદીના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. પરંતુ, સૌથી વધુ જોરદાર તૈયારી સંયુકત આરબ અમીરાત (યુએઈ)માં કરવામાં આવી છે. ત્યાં નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં અબુધાબીના બધા અખબાર મોદીના રંગે રંગાયેલા છે. ઉપરાંત ત્યાંની ઈમારતોને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવી છે.

 

અખબારોએ ત્યાંના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નહયાન સાથે નરેન્દ્રભાઈની કેટલીય તસ્વીરો છાપી છે. જે તસ્વીરોમાં સ્વાગત સંદેશો સાથે બંને દેશોના સંબંધોનું ઉષ્ણતાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

 યુએઇના સૌથી પ્રખ્યાત અખબાર ખલીજ ટાઈમ્સમાં ભારત અને સંયુકત આરબ અમીરાતના સંબંધો ઉપર મોટા મોટા સમાચાર છાપવામાં આવ્યા છે.  જ્યારે બંને દેશોના વ્યાપારીક સંબંધો ઉપર લેખ છાપ્યા છે. નરેન્દ્રભાઈ પાસે યુએઈના વ્યવસાયોની શું અપેક્ષા છે, તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. પોતાની યાત્રાના પ્રથમ ચરણમાં તે જોર્ડન પહોંચ્યા અને ત્યાંના કિંગ સાથે મુલાકાત કરી અને આજે તે અબુધાબી પહોંચશે. ત્યાં તેની મુલાકાત દુબઈના ખલીફા સાથે થશે.

 

(2:51 pm IST)