Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શુક્રવારે નરેન્દ્રભાઇ દેશની સ્કૂલનાં બાળકો સાથે કરશે પરીક્ષા પર ચર્ચા

સ્કૂલોમાં પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સ્ટુડન્ટસની માનસિક તાણ ઘટાડવાનો મુદ્ે ફરી સપાટી પર આવ્યો છે. ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યાથી વડાપ્રધાન દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં આયોજીત 'પરીક્ષા-એક ઉત્સવ' કાર્યક્રમમાં વિડીયો-કોન્ફરન્સિંગ દ્વારા દેશનાં હજારો બાળકો સાથે પરીક્ષા વિશે સીધો સંવાદ સાધશે. એ વખતે સ્ટેડિયમમાં પણ સ્ટૂડન્ટસ હાજર રહેશે. સ્ટુડન્ટસ પરીક્ષાઓ વિશે વડાપ્રધાનને સવાલો પુછશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મન્થ્લી રેડિયો વાર્તલાપ 'મન કી બાત' માં પરીક્ષા વેળા જરાય માનસિક તણાવ નહીં રાખવાનો અનુરોધ કરતા રહ્યા છે.

(11:48 am IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST