Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રેણુકા ચૌધરીની PM મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટીસ

વડાપ્રધાને મારા પર વ્યકિતગત ટીકા કરી

નવી દિલ્હી તા. ૧૦ : કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ હાસ્ય વિવાદના મુદે વડાપ્રધાન મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. ત્યારે આજે પણ રાજયસભામાં આ મુદે જ ફરી વિવાદ થાય તેવી શકયતા છે. ગઈકાલે કોંગ્રેસના મહિલા સભ્યના પ્રતિનિધિમંડળે સભાપતિ એમ. વેંકૈયા નાયડુની મુલાકાત લીધી હતી.

રાજયસભામાં વડા પ્રધાન મોદી જયારે ભાષણ આપી રહયા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ જોરથી હાસ્ય કરતા સભાપતિએ તેમને આમ કરતાં રોકયાં હતાં. જોકે આ દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રેણુકા ચૌધરીને કંઈ ન કહેશો કારણ રામાયણ સિરિયલ પૂરી થયા બાદ પહેલીવાર આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.

જયારે કેન્દ્રીય ગૃહ પ્રધાન કિરણ રિજિજુએ આ મુદે રેણુકાની સરખામણી શૂર્પણખા સાથે કરતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલે રેણુકા ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન એક તરફ મહિલાઓના સન્માનની વાત કરે છે. અને બીજી તરફ તેઓ જ આ રીતે મહિલાઓની ટીકા કરે છે. તે કેટલે અંશે યોગ્ય કહી શકાય?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પણ બે પુત્રીની માતા છુ. અને કોઈની પત્ની છું. તેથી મેં ગૃહમાં વિશેષાધિકાર ભંગની નોટિસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વડા પ્રધાને મારા પર વ્યકિતગત ટીકા કરી છે. તેથી તેમની પાસેથી વિશેષ અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હું તેમને જવાબ આપી મારું સ્તર દ્યટાડવા નથી માગતી. આ કોઈ મહિલાના અપમાનની વાત છે.

તેમણે વધુમાં એ વાતનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી આધાર અંગે કોંગ્રેસ પર આક્ષેપ કરતા હતા.તેથી મને હસવું આવ્યું હતું. બીજી તરફ આ મામલે વિવાદ વધુ વકરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવાથી એક દિવસ બાદ જાગૃત થયેલી કોંગ્રેસે સત્તાધારી પક્ષને દ્યેરીને રેણુકા અંગે કોમેન્ટ કરવાના મુદે મોદી સામે આવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

(11:27 am IST)
  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST