Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આધાર વિના હોસ્પિટલે કર્યો એડમિટ કરવાનો ઇન્કાર

૨ કલાક સુધી પ્રસુતિની પીડા સહન કરીઃ હોસ્પિટલના પાર્કિંગમાં બાળકનો જન્મ

નવી દિલ્હી તા. ૧૦ : ગુરૂગ્રામની સિવિલ હોસ્પિટલ પ્રશાસનને અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે, જયાં આધાર કાર્ડ ન બતાવી શકવા પર એક ગર્ભવતી મહિલાને એડમિટ થવા માટે કલાકે સુધી રાહ જોઈ પડી. પ્રસવની પીડાથી તડપી રહેલી મહિલાએ ૨ કલાક સુધી દુખાવો સહન કર્યો અને હોસ્પિટલના પાર્કિંગમાં જ એક બાળકીને જન્મ આપ્યો. ત્યાં બેઠેલી કેટલીક મહિલાઓએ ચાદર ઓઢાડીને મહિલાની ડિલિવરી કરાવી.

જાણકારી મુજબ, શીતલા કોલોનીનો રહેવાસી બબલૂ શુક્રવારે સવારે ૯ વાગ્યે પત્ની મુન્નીને પ્રસવની પીડા થતા સિવિલ હોસ્પિટલ લઈને ગયો હતો. બબલૂએ જણાવ્યું કે હોસ્પિટલ ઓપીડી રજિસ્ટ્રેશન બાદ જયારે તે સ્ત્રી રોગ વિશેષજ્ઞ વોર્ડમાં ગયા તો ફરજ પરના ડોકટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે કહ્યું. તે એલ્ટ્રાસાઉન્ડ લેબ પહોંચ્યા તો કર્મચારીએ આધાર કાર્ડ માંગ્યું. બબલૂએ તેમને આધાર કાર્ડ નંબર બતાવ્યો, તો કર્મચારીએ ઓરિજનલ અથવા કોપી આપવા માટે કહ્યું.

જેના પર તેણે સાઈબર કાફેથી પ્રિન્ટઆઉટ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રિન્ટ નીકળી ન શકી. આ દરમિયાન મહિલા ૨ કલાક સુધી દુખાવાથી તડપતી રહી. તે ઈમરજન્સી ગેટની બહાર નીકળીને જમીન પર બેસી ગઈ. ત્યાં ઉપસ્થિત કેટલીક મહિલાઓ તેની સ્થિતિ જોઈને ચાદર ઓઢાડી દીધી. થોડી જ મિનિટો બાદ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. તે પછી હોસ્પિટલનું પ્રશાસન જાગ્યું અને તેને અંદર લઈ ગયું. હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે.

બબલૂનો આરોપ છે કે ડિલિવરીના ફાઈનલ સ્ટેજ પર મહિલાની લેબર રૂમમાં તપાસ થવી જોઈએ હતી. પરંતુ સ્ત્રી વોર્ડમાં ઉપસ્થિત ડો. મોહિની અને સ્ટાફ નર્સ મનિતાએ કામમાં લાપરવાહી કરતા મહિલાને એલ્ટ્રસાઉન્ડ કરાવવા માટે મોકલી દીધી. નિયમઅનુસાર આ પ્રકારના કેસમાં મહિલાની દાખલ કરવી પડે. આ મામલામાં મુખ્ય મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ શર્માનું કહેવું છે કે બંને મહિલા કર્મચારીઓને તેમના કામમાં બેપરવાહી કરવાના કારણે તેમનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાયો છે.(૨૧.૫)

(9:48 am IST)
  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST