Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

'બિગ બી'એ કરાવ્યું રૂટિન ચેકઅપ, ફેલાઇ હતી અફવા

મુંબઇ તા. ૧૦ : તાજેતરમાં જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે રિપોર્ટ વાઇરલ થયાં હતાં કે તેમની તબિયત બગડવાને લીધે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. જોકે, આ વાત માત્ર અફવા જ સાબિત થઇ છે. એક રિપોર્ટ અનુસાર તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતાં.

અમિતાભ બચ્ચન હંમેશની જેમ રૂટિન ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલમાં ગયાં હતાં. જોકે, આ પછી મીડિયામાં રિપોર્ટ આવ્યાં હતાં કે અમિતાભ બચ્ચનને તકલીફ હોવાના કારણે એડમિટ કરાયાં છે. જોકે, આ સમસ્યાથી પરેશાન બિગ બી અનેકવાર રૂટિન ચેકઅપ કરાવતાં જોવા મળ્યાં છે.

 નોંધનીય છે કે આજે જ અમિતાભ બચ્ચનની ફિલ્મ '૧૦૨ નોટઆઉટ'નું પહેલું ટીઝર સામે આવ્યું છે. આ ફિલ્મમાં તે ઋષિ કપૂર સાથે ૨૭ વર્ષ પછી જોવા મળશે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એકિટવ રહે છે. હાલ તેઓ આમિર ખાન સાથેની 'ઠગ્સ ઓફ હિંદોસ્તાં'ના શૂટિંગમાં બિઝી છે.

નોંધનીય છે કે ગત વર્ષે માર્ચમાં પણ અમિતાભ બચ્ચન બીમાર થયાં હતાં. તે સમયે અમિતાભે હોસ્પિટલમાંથી બહાર આવ્યાં પછી ટ્વિટરથી સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી.(૨૧.૩)

 

(11:28 am IST)
  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST