Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

માલદીવ સંકટઃ બે 'ભારતીય' પત્રકારની ધરપકડ

સુપ્રીમ કોર્ટના આદેશને ન માનવામાં આવ્યોઃ એક ટીવી ચેનલ પણ બંધ કરાવાઇ

નવી દિલ્હી તા. ૧૦ : માલદીવ સંકટમાં બે 'ભારતીય'પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. એનએનઆઈની રિપોર્ટ મુજબ અમૃતસરના મની શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રાવજી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમને માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા માલદીવના સાંસદ અલી ઝહીરે કહ્યું કે 'હવે અહીં પ્રેસની સ્વતંત્રતા રહી નથી. ગત રાત્રે એક ટીવી ચેનલ બંધ કરી દેવામાં આવી. અમે તેમની મુકિત અને દેશમાં લોકતંત્રની બહાલીની માંગણી કરીએ છીએ.' હાલમાં ભારતનો પાડોશી દેશ માલદીવ રાજનીતિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

માલદીવ સુપ્રીમ કોર્ટે વિપક્ષના ૯ નેતાઓની મુકિતનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ યામીને સરકારના આ આદેશને માનવાની ના પાડી દીધી હતી. રાષ્ટ્રપતિએ માલદીવમાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ્લા સઈદ અને અન્ય એક જજ અલી હમીદની પણ ધરપકડ કરવામાં આવી છે.

સરકારના દબાણથી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય બદલો પડ્યો. ભારત અને ચીન બંને માટે માલદીવ સંકટ ખુબ મહત્વ ધરાવે છે. બંને દેશોની નજર આ ઘટનાક્રમ પર લાગેલી છે. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન માલદીવ રાજનીતિક સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી.

બીજી તરફ ચીનનું કહેવું છે કે માલદીવમાં ચાલી રહેલા રાજનીતિક સંકટના ઉકેલ માટે ભારતના સંપર્કમાં છે. ચીને કહ્યું કે અમે આ મુદ્દા પર ભારત સામે વધુ એક ટક્કર લેવા માંગતા નથી. ચીને પહેલા જ પણ કીધું હતું કે માલદીવ પોતાના આંતરિક સંકટનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે અન્ય કોઈ બાહ્ય પક્ષોએ તેમાં દખલ ન કરવી જોઈએ.(૨૧.૨)

(9:46 am IST)
  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST