Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરનો વિડીયો વાયરલ થયા બાદ રાજનીતિમાં ગરમાવો :ભાજપના નેતાઓ દ્વારા ટાઇટલરની ધરપકડ કરવા માંગ :શીખ સમુદાયના દિલ્હી કોંગ્રેસ કાર્યાલયે દેખાવો

નવી દિલ્હી :કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ટાઇટલરનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે શીખ રમખાણ સબંધી વીડિયોને કારણે તેમની કથિત ભૂમિકા મામલે ભાજપના નેતાઓએ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી અને જગદીશ ટાઇટલરની ધરપકડ કરવા માંગ કરી હતી બીજીતરફ શીખ સમુદાયના લોકોએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો કર્યા હતા
  કોંગ્રેસ નેતા જગદીશ ટાઈલરના વાયરલ થયેલા વીડિયોમાં ટાઈટલરે સિખ રમખાણમાં કેટલાક સિખોની હત્યા પાછળ પોતાનો હાથ હોવાનું સ્વિકાર્યું છે ત્યારબાદ શીખ સમુદાયે દિલ્હી કોંગ્રેસ કાર્યલાય બહાર વિરોધ પ્રદર્શન કર્યું.હતું  

  આ મામલે કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર. ભાજપ નેતા આરપી સિંહ અને દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી જગદીશ ટાઈટલરની ધરપકડ કરવા માગ કરી છે.

(12:22 am IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST