Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

વડાપ્રધાન મોદી આજથી ૩ દિવસના ૩ દેશોના વિદેશ પ્રવાસે

ટ્વિટ કરી આપી જાણકારી : પેલેસ્ટાઇન જનારા પ્રથમ પીએમ : પેલેસ્ટાઈનમાં જોર્ડનનાં કિંગ અબ્દુલ્લા દ્વતીયને મળશે, ત્યાર બાદ યુએઈમાં દુબઈ વર્લ્ડ ગવર્મેન્ટન સમિટને સંબોધીત કરશે, અને 11 ફેબ્રુઆરીએ તેઓ યુએઈમાં હિન્દુ મંદિરની આધારશિલા મુકશે

નવી દિલ્હી તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ આજે ત્રણ દેશોની વિદેશ યાત્રા પર રવાના થશે, પીએમ મોદી મોડી સાંજે દિલ્હીથી રવાના થશે, પોતાના પ્રવાસમાં મોદી યુએઇ, ઓમાન, અને પેલેસ્ટાઇનની મુલાકાત કરશે. વડાપ્રધાનનો આ ચાર દિવસનો પ્રવાસ છે.

ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન પીએમ મોદીનો પેલેસ્ટાઇન જવાનો એક મોટો કાર્યક્રમ છે. કોઇપણ ભારતીય પીએમની આ પહેલી પેલેસ્ટાઇન મુલાકાત છે. તાજેતરમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવ્યા હતા, આ દ્રષ્ટિથી પણ મોદીની આ મુલાકાત ખૂબ જ અગત્યની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ ટ્વીટ કરીને પોતાના પ્રવાસ અંગે માહિતી આપી. મોદીએ લખ્યું કે પોતાની યાત્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ તેઓ જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયને મળશે. આપને જણાવી દઇએ કે કોઇપણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી પેલેસ્ટાઇનની મુલાકાત છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ પીએમ રામલ્લા જશે, અહીં તેઓ યાસર અફારફત મ્યુઝિમની પણ મુલાકાત કરશે.

પેલેસ્ટાઇ બાદ પીએમ મોદી યુએઇની મુલાકાત કરશે, ત્યાં બે દિવસ રહેશે. તેમણે લખ્યું કે આની પહેલાં અહીં હું ઓગસ્ટ ૨૦૧૫મા ગયો હતો. મોદી અહીં દુબઇમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરશે.

૧૧ ફેબ્રુઆરીના રોજ મોદી યુએઇના શહીદ સૈનિકોના સ્મારક જશે. ત્યાં એક સામુદાયિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અહીં એક હિન્દુ મંદિરની આધારશિલા મૂકવાનો કાર્યક્રમ પણ છે. મોદીના પાછલા પ્રવાસ દરમ્યાન જ ત્યાં એક મંદિર સ્થાપિત કરવાનો વિષય આવ્યો હતો અને ત્યાંના શાસકો એ તેના પર ધ્યાન આપવાની વાત કહી હતી. હવે તેનો આધારસ્તંભ મૂકશે અને ત્યારબાદ ઓમાન માટે રવાના થશે.

મોદી સરકારની ખાડી દેશોની સાથે દોસ્તીનું સંતુલન બનાવી રાખવાની કોશિષ છે. ભારતની કોશિષ બહુમતી ધરાવતા યહુદી અને બહુમતી ધરાવતા પેલેસ્ટાઇનની સાથે મિત્રતાની દ્રષ્ટિથી એક જેવો વ્યવહાર કરતો દેખાડવાની છે. ગયા મહિને જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની જાહેર કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની વિરૂદ્ઘ યુએનમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં ભારત એ મતદાન કર્યું હતું, તેને લઇને ખાસ્સી ચર્ચાઓ થઇ હતી.

(4:22 pm IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST