Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવનાર paytm કંપનીનો શેર શા માટે તૂટી રહ્યો છે

શેરબજારમાં લિસ્ટેડ થયો ત્યારથી જ ચડતી કરતા પડતીનો વધારે સામનો કરવો પડ્યો :paytm શેરના ઘટાડા માટે બ્રોકરેજ ફર્મ મેક્વેરી દ્વારા ટાર્ગેટ પ્રાઇસમાં માટો ઘટાડો કારણભૂત

મુંબઈ :ઓનલાઇન પેમેન્ટ માટે વપરાતી મોબાઇલ એપ Paytmથી તમામ લોકો માહિતાગર છે અને તે વાતમાં કોઇ શંકા નથી. ઓનલાઇન પેમેન્ટ મામલે કાઠું કાઢનાર અને ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ લાવનાર આ કંપનીનો શેર શા માટે તૂટી રહ્યો છે? તેવો સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે,

Paytmની મુળ માલિકી કંપનીનું નામ વન97 કોમ્યુનિકેશન્સ છે જેનો શેર 18 નવેમ્બર, 2021ના રોજ ભારતીય શેરબજાર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થયો હતો. સોમવારે Paytmનો શેર બીએસઇ ખાતે ઇન્ટ્રા-ડે સાતેક ટકા તૂટીને 1151 રૂપિયાની નવી નીચી સપાટીને સ્પર્શ્યો હતો અને ભારે વેચવાલીના દબાણ હેઠળ તે 6 ટકા ઘટીને રૂ. 1157.90ના સ્તરે બંધ થયો હતો. આ બંધ ભાવે કંપનીની માર્કેટ વેલ્યૂએશન રૂ. 75,063 કરોડ હતી.

આમ તો Paytmનો શેર શેરબજારમાં લિસ્ટેડ થયો ત્યારથી જ ચડતી કરતા પડતીનો વધારે સામનો કરી રહ્યો છે. Paytmના શેરમાં આજના ઘટાડાનું કારણ છે બ્રોકરેજ ફર્મ મેક્વેરી દ્વારા ટાર્ગેટ પ્રાઇસમાં માટો ઘટાડો છે. આ બ્રોકરેજ ફર્મ પહેલાથી Paytmના શેર પ્રત્યે બેરિશ વ્યૂ ધરાવે છે.

બ્રોકરેજ ફર્મ મેક્વરીએ Paytmના સ્ટોકને અંડરપર્ફોર્મનું રેટિંગ આપ્યુ છે. આઇપીઓના લિસ્ટિંગ સમયે મેક્વેરીએ Paytmના શેર માટે રૂ. 1250નો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે આઇપીઓમાં રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ રૂ. 2150 જેટલા ઉંચા ભાવે શેર ઇશ્યૂ કરાયા હતા. પરંતુ તાજેતરમાં શેર રૂ. 1250ની નીચે જતો રહ્યો છે. જેને પગલે બ્રોકરેજ ફર્મે Paytmના શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1200થી ઘટાડીને રૂ. 900 કરી દીધી છે.

શેરબજારના નિષ્ણાંતોનું કહેવુ છે કે, Paytmના શેરમાં રૂ. 1300નું સપોર્ટ લેવલ હતુ, જે પાછલા સપ્તાહે તૂટી ગયો છે અને હવે મંદી વધવાની શક્યતા દેખાઇ રહી છે. આ શેરના રોકાણકારોએ સાવધાની રહેવુ…

(9:37 pm IST)