Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કચ્‍છના કંડલામાં ઇફકો દ્વારા 13 જગ્‍યાઓ માટે ભરતી કરાશેઃ 17 જાન્‍યુઆરી સુધીમાં અરજી કરી શકાશે

તમામ જગ્‍યાઓ માટે ઇન્‍ટરવ્‍યુના આધારે પસંદગી કરાશે

નવી દિલ્લીઃ ઇફકો કંડલામાં કુલ 13 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.. રસ ધરાવતા ઉમેદવારોએ લાયકાતના અનુસાર કરી શકશે અરજી. કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. નોકરિયાત વર્ગની સ્થિતિ પણ કફોડી થઈ છે. જ્યારે નોકરી વાંચ્છુકો ની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એવામાં હવે પડતા પર પાટુ સમાન ઓમિક્રોનની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે.

આ રીતે કરી શકાશે અરજી-

ઇફકો કંડલામાં અરજી કરવા માગતા ઉમેદવારો https://www.iffcoyuva.in/en/ પરથી અરજી કરી શકશે. ઉમેદવારો તારીખ 17/01/2022 સુધીમાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા-

જનરલ કેટેગરી ના ઉમેદવારોની વય 27 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે OBCના ઉમેદવારોની વય 30 વર્ષ અને ST/SC ના ઉમેદવારની વય 32 વર્ષ સુધી હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા-

આ તમામ પદ માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.

લાયકાત-

ઇફકો કંડલા માં વિવિધ પદના અનુસાર લાયકાત વિશેની માહિતી ઉમેદવારને સાઈટ પરથી મળી જશે.

(5:31 pm IST)